સોમાલિયાની રાજધાનીમાં બ્લાસ્ટ, 23નાં મોત અને 30 ઘાયલ

સોમાલિયાની રાજધાની મોગાદિશૂની એક પ્રસિદ્ધ હોટલની બહાર ભીષણ આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલામાં 23 લોકોનાં મોત થઇ ગયાં જો કે અન્ય 30 લોકો ઘાયલ પણ થયાં છે. શનિવારે રાત્રે થયેલ આ હુમલાની જવાબદારી ઇસ્લામિક ગ્રુપ અલ શબાબે લીધી છે.

તમને વધુમાં જણાવી દઇએ કે શનિવારે મોગાદિશૂની ચર્ચિત હોટલની પાસે એક કારમાં બોમ્બ ધમાકો થયો હતો. આ બ્લાસ્ટમાં માત્ર 20 મિનીટ બાદ જૂના સંસદ ભવનની પાસે એક વધુ ધમાકો થયો હતો. બે સપ્તાહ પહેલા પણ મોગાદિશૂમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો. કે જેમાં અંદાજે 350 લોકો માર્યા ગયા હતાં.

કેપ્ટન મોહમ્મદ હુસૈનએ જણાવ્યું કે અમારી સેનાએ રવિવારે સવારે નાસા હબલોદ હોટલ પર કબ્જો કરી લીધો અને ત્રણ હુમલાખોરોને ઠાર કરી દીધાં. એમણે જણાવ્યું કે અમારી સેનાએ બે હુમલાખોરોને જીવિત પણ પકડ્યાં છે.

You might also like