સોમાલિયા બ્લાસ્ટમાં 231ના મોત, 275 ઘાયલ, રાષ્ટ્રપતિએ 3 દિવસનો શોક રાખ્યો

આફ્રિકી દેશ સોમાલિયાની રાજધાની મોગાદિશૂમાં રવિવારે થયેલા બ્લાસ્ટમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. બ્લાસ્ટનો ધુમાડો હટતાં ચારે તરફ લાશો દેખાઈ રહી હતી. મોગાદિશૂમાં થયેલા બ્લાસ્ટમાં મરનારાઓની સંખ્યા 231 થઈ ગઈ છે અને 275 લોકો ઘાયલ થયા છે.

મંત્રાલયની નજીક દેશના મહત્વના શહેર મોગાદિશૂમાં વિસ્ફોટકથી ભરેલા ટ્રકમાંથી બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. સરકારે આ હુમલા માટે આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલ સંગઠન અલ શબાબને જવાબદાર ઠેરવ્યું હતું.

હંમેશા બ્લાસ્ટ સામે ઝઝૂમતા સોમાલિયામાં આ બ્લાસ્ટ ભયાનક ગણવામાં આવી રહ્યો છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે, પરંતુ તેમની સ્થિતિ એટલી ગંભીર છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. મૃતકોની લાશ પણ એટલી હદે બળી ગઈ છે કે તેની ઓળખ કરવી શક્ય નથી. આ લોકોની ઓળખાણ વગર જ સરકાર તેમને દફનાવી રહી છે.

હૉસ્પિટલમાં લોકો ખૂન આપવા માટે પણ લાઈનમાં લાગી ગયા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ્લાહી મોહમેદે દેશમાં ત્રણ દિવસનો શોક પાળવાની ઘોષણા કરી છે. વિદેશ મંત્રાલયની નજીક આવેલ સફારી હોટલ સાથે ટ્રકને અથડાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.

You might also like