સૈનિકોઅે પ્રાણ આપવાને બદલે દુશ્મનોને મારવા જોઈઅેઃ પાર્રિકર

પણજી: સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરે દેશના જવાનોને સંબોધી જણાવ્યું હતું કે સૈનિકોઅે તેમના પ્રાણ આપવાને બદલે દુશ્મનોનો ખાત્મો બોલાવવો જોઈઅે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અેવુ કહેવામાં આવે છે કે સૈનિકો દેશ માટે પ્રાણ આપવા તૈયાર રહે છે. પર‌ંતુ હું તેનો વિરોધી છું.

સૈનિકો મરવા ન જોઈઅે. ખરેખર તો દુશ્મનોનો ખાત્મો બોલાવી દેવો જોઈઅે. છેલ્લાં અેક વર્ષનો રેકોર્ડ જોશો તો તમને પરિણામ જોવા મળશે. પાર્રિકરે ગઈ કાલે પ્રદેશ ભાજપ દ્વારા યોજાયેલા તેમના ૬૦મા જન્મદિવસ પર યોજાયેલા અેક કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું.

આ વર્ષે મ્યાનમારમાં દેશ તરફથી હાથ ધરાયેલા ઉગ્રવાદ વિરોધક અભિયાનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય સૈનિકો શહીદ થયાના ત્રણ કલાકમાં જ અમે અેક બેઠક બોલાવી હતી. જેમાં મને ગૃહપ્રધાન રાજનાથસિંહે પૂરો સહકાર આપ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે મ્યાનમારની ઘટના બાદ અમે જે બેઠક બોલાવી હતી અને તેમાં જે અભિયાન ચલાવ્યું હતું તેને ગુપ્ત રાખવામાં આવ્યું હતું. જોકે સત્તાવાર નિવેદન મુજબ અમે ભારત મ્યાનમાર સરહદ પર અભિયાન ચલાવ્યું હતુ. પરંતુ દરેકે તેેનો યોગ્ય અર્થ કાઢવો જોઈઅે. તેમ જણાવ્યું હતું.

You might also like