POK માં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઇક કરનાર સૈનિકોનું કરાયું સમ્માન

નવી દિલ્હી: લાઇન ઓફ કંટ્રોલની બીજી બાજુ સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા આતંકવાદીઓનો ખતમો કરનાર સ્પેશિયલ પેરા કમાન્ડોઝનું સમ્માન કરવામાં આવ્યા છે. 4 બીજા અને 9 પેરા કમાન્ડોઝના 19 સૈનિકોને વીરતા મેડલ આપીને સમ્માન કરવામાં આવ્યું છે. એમાંથી એક કિર્તિ ચક્ર આપવામાં આવ્યું છે. તો કમાન્ડિગ ઓફિસર્સને યુદ્ધ સેવા મેડલથી સમ્માન કરવામાં આવ્યું છે.

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ 4 પેરા કમાન્ડોઝના મેજર રોહિત સૂરીને કિર્તિ ચક્ર આપવામાં આવ્યું છે. આ શાંતિકાળમાં આપવામાં આવતું બહાદુરીથી જોડાયેલું બીજો સૌથી મોટો એવોર્ડ છે. મેજર સૂરીએ એલઓસી પાર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકથી જોડાયેલી એક ટીમની આગેવાની કરી હતી.

સર્જિકલ સ્ટ્રાઇકથી જોડાયેલા આ ટોપ સિક્રેટ મિશનની યોજના બનાવવા માટે 9 પેરા કમાન્ડોઝના કમાન્ડિંગ ઓફિસર કર્નલ કપિલ યાદવ અને કર્નલ હરપ્રીત સંધુને યુદ્ધ સેવા મેડલથી સમ્માન કરવામાં આવ્યું છે. યુદ્ધ સેવા મેડલ યુદ્ધના સમયે વિશિષ્ટ સેવાઓ માટે સેનામાં આપવામાં આવતું સમ્માન છે. સર્જિકલ સ્ટ્રાઇકને પાર પાડનારી આ સ્પેશિયલ ફોર્સના પેરા બટેલિયનના 5 સૈનિકોને શોર્ય ચક્ર જ્યારે 13ને વીરતા માટે સેના મેડલથી સમ્માન કરવામાં આવ્યું છે.

જણાવી દઇએ કે સેનાએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકવાદીઓના લોન્ચ પેડ્સનો નાશ કરવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જમ્મુ કાશ્મીરના ઉડીમાં એક સેનાના કેમ્પર પર થયેલા આતંકી હુમલા બાદ ભારત તરફથી આ કરારો જવાબ આપવામાં આવ્યો હતો. આતંકી હુમલામાં 19 જવાનો શહીદ થઇ ગયા હતા.

તો બીજી બાજુ લેફ્ટિનેન્ટ જનરલ પ્રવીણ બક્શી અને લેફ્ટિનેન્ટ જનરલ પીએમ હારિજ ને એમની સેવાઓ માટે પરમ વિશિષ્ટ સેવા મેડલથી સમ્માન કરવામાં આવ્યું છે. બક્શી અન હારિજ એ જ ઓફિસર છે, જે સીનિયર હોવા છતાં સેના પ્રમુખ બનવાની હરિફાઇમાં પાછળ રહી ગયા હતાં.

You might also like