ભારતીય વિજ્ઞાનીઓનું સૂર્ય કોરોના અંગે અનુમાન સાચું સાબિત થયું

નવી દિલ્હી: ભારતીય ખગોળ વિજ્ઞાનીઓ દ્વારા ગત ૨૧ ઓગસ્ટે થયેલા પૂર્ણ સૂર્યગ્રહણ વખતે કરવામાં આવેલું સૂર્ય કોરોનાનું અનુમાન આખરે સાચું સાબિત થતાં ભારતીય વિજ્ઞાનીઓને મોટી સફળતા મળી છે અને તેથી હવે તેઓ હવામાન વિષે પણ આગાહી કરી શકશે.

દરમિયાન વિજ્ઞાનીઓએ સૂર્યના દક્ષિણ ગોળાર્ધના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં હેલ્મેટ સ્ટ્રીમર્સ નામના કમળના પાંદડા આકારની બે સંરચના સાથે સૂર્યના દક્ષિણ ગોળાર્ધના પૂર્વ અને પશ્ચિમ ભાગના કિનારે સૂર્યની ઓછી અસર અંગે કરેલી આગાહી પણ સાચી ઠરી છે. આ ઉપરાંત ભારતીય ખગોળ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા મોટા ભાગનાં અનુમાન સાચાં સાબિત થયાં છે અને તેનાં પરિણામો પણ સાચાં સાબિત થયાં છે. આ અંગે સંશોધનકારોની ટીમના પ્રમુખ ડો. નંદીએ જણાવ્યું કે કેટલીક બાબતોને બાદ કરતાં અમારા મોટા ભાગનાં અનુમાન સાચાં સાબિત થયાં છે.

આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું હતું કે સુપર કમ્પ્યૂટરનો ઉપયોગ કર્યા વિના સામાન્ય કમ્પ્યૂટિંગની ક્ષમતાના જોરે જે વાસ્તવિક પરિણામ મળ્યાં છે તેનાથી ઈસરોને પણ સારો લાભ મળી શકશે.

You might also like