કેશ ક્રંચ: રૂ. 100ની આવી નોટોને કારણે વધી શકે છે મુશ્કેલી

ઘણા રાજ્યોમાં રોકડની તંગીની વચ્ચે હવે 100 રૂપિયાની જૂની અને નકામી નોટોને કારણે મુશ્કેલી વધી શકે છે. બેંકર્સનું કહેવું છે કે, 200 અને 2000 રૂપિયાની નોટોની જેમ 100 રૂપિયાના મૂલ્યોની નોટો, ખાસ કરીને જે ATMની કેસેટમાં સેટ થઈ શકે તેવી 100ની નોટોની સપ્લાય ઓછી છે. આ થવાનું કારણ છે કે 100ની જે મોટાભાગની નોટો છે તે 2005થી પણ જૂની અને ATM નાખવા લાયક નથી.

બેંકર્સને રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI)ની આ સમસ્યા પર તરત જ ધ્યાન આપવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. એક પબ્લિક સેક્ટર બેંકની કરન્સી મેનેજરે કહ્યુ કે , ”RBI 100 રૂપિયાની નવી નોટ જલ્દી નહીં લાવે તો 500 રૂપિયાની નોટોની માગ વધી જશે.”

નોટબંધી બાદ RBIએ 100 રૂપિયાના નોટોની સપ્લાય ખૂબ વધારી હતી. નોટબંધી પહેલા 2016-17માં 100 રૂપિયાના 550 કરોડ પીસ નોટ ચલણમાં હતા જેને વધારીને RBIએ 573.8 કરોડ કરી

જોકે બેંકર્સ કહે છે કે આ પર્યાપ્ત નથી, કેમકે 100 રૂપિયાની નોટોનો ઉપયોગ 2000 રૂપિયાની નોટના ચેન્જના રૂપમાં થયો છે.

RBIએ કહ્યુ કે, 2015-16માં માંગની સરખામણીએ 44 કરોડ પીસ ઓછી સપ્લાય કરી હતી. 2017-18નો ડેટા ઓગસ્ટમાં આવશે.

કરન્સી મેનેજર્સે કહ્યુ કે, ”નોટબંધી પછી રોકડની તંગીને દૂર કરવા માટે મોટી માત્રામાં જૂની અને નકામી 100ની નોટોનો ઉપયોગ થયો હતો. આ નોટો હજુ પણ સિસ્ટમમાં છે.” એક પબ્લિક સેક્ટર બેંકના ટોપ મેનેજરે જણાવ્યું કે, ”આ નોટોની હાલત એટલી ખરાબ છે કે તેમને સાચવવી મુશ્કેલ છે.”

RBIના ડેટા પ્રમાણે, છેલ્લા બે વર્ષની સરખામણીમાં નોટોનું ડિસ્પોઝલ ખાસ કરીને 100 રૂપિયાના મૂલ્યની નોટનું ડિસ્પોઝલ નાણાંકીય વર્ષ 2016-17માં લગભગ અડધું હતું.

વિત્ત વર્ષ 2016-17માં RBI 100 રૂપિયા 258.6 કરોડ પીસ નોટોને ડિસ્પોઝલ કરવામાં આવ્યું હતુ. જ્યારે છેલ્લા 2 નાણાકીય વર્ષમાં આ ડિસ્પોઝલ 510 કરોડ પીસથી પણ વધારે હતુ, જેના પરિણામે હાલમાં કરન્સી 100 રૂપિયાના નોટોનો હિસ્સો 10% વધીને 19.3% થઇ ગયું. આ ભાગમાં મોટો ફાળો નકામી-જૂની નોટોનો હતો.

બેંક મેનેજર કહે છે કે આ કારણે તેમની બ્રાંચમાં પણ ઓછા મૂલ્યની નોટોની ભરમાર છે. RBIના ડેટા પ્રમાણે, 2016-17માં 50 રૂપિયાની ઓછામાં ઓછી 489.8 કરોડ નોટોનું ડિસ્પોઝલ કરાયું હતું. જ્યારે 2015-16માં 777.4 કરોડ અને એક વર્ષ પહેલા 645.4 કરોડ નોટો ડિસ્પોઝ કરાઈ હતી. ચલણમાં આ નોટોનો હિસ્સો પણ માર્ચ 2017માં વધીને 7.3% થયો, જે એક વર્ષ પહેલા 4% હતો.

You might also like