સુંદરતાની વ્યાખ્યાઓ બદલાઈઃ સોહા

બોલિવૂડ અભિનેત્રી સોહા અલી ખાન બોલિવૂડમાં સુંદરતાના કોન્સેપ્ટમાં અાવેલા પરિવર્તનથી ખુશ છે. અાજે અભિનેત્રીઓ પોતાના લુક સાથે પ્રયોગો કરી રહી છે. વીતેલા જમાનાની સુંદર અભિનેત્રી શર્મિલા ટાગોરની પુત્રી કહે છે કે હજુ પણ સુંદરતા બોલિવૂડમાં મહત્ત્વની છે, કેમ કે તમે કોઈ ખાસ રોલ માટે પસંદ થયાં છો.

રોમેન્ટિક ફિલ્મોમાં હીરો હીરોઈન તરફ અાકર્ષિત થતો હોય છે. તેથી હીરોઈન સુંદર હોય તે જરૂરી છે, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સુંદરતાના કોન્સેપ્ટમાં પરિવર્તન અાવી રહ્યું છે. એવી વસ્તુઓ જે પહેલાં સુંદરતામાં ગણના પામતી ન હતી તે હવે ગણાવવા લાગી છે.

સોહા કહે છે કે જો કોઈ પાત્રની જરૂરિયાત હોય તો તે હંમેશાં પોતાના લુક સાથે પ્રયોગ કરવા માટે તૈયાર રહે છે. તે કહે છે કે મારી કોઈ પણ ફિલ્મ જુઓ. હું મોટા ભાગે નોન ગ્લેમરસ રોલમાં જોવા મળીશ. મારે મારા લુકમાં કંઈક અલગ કરવાનું હતું તેવી એક ફિલ્મ હતી ‘ખોયા ખોયા ચાંદ’. એ ફિલ્મમાં મારે ૧૯૫૦ની એક અભિનેત્રીનો રોલ ભજવવાનો હતો. હું નવો લુક અપનાવવા હંમેશાં તૈયાર રહું છું. કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા બાદ સોહા કહે છે કે લગ્ન બાદ કરિયરને લઈને તેના વિચારોમાં કોઈ પરિવર્તન અાવ્યું નથી. મને લાગતું નથી કે લગ્નથી કોઈ પણ વસ્તુ બદલાય છે.

You might also like