સોસાયટીના ગાર્ડનમાં ફૂટબોલ રમતા કિશોરનું વીજ કરંટથી મોત

અમદાવાદ: શહેરના મોટેરા નજીક આવેલા ભાટ ગામમાં આવેલી એક સોસાયટીના ગાર્ડનમાં ફૂટબોલ રમતો કિશોર વીજ થાંભલાને અડી જતાં કરંટ લાગવાથી તેનું મોત નીપજ્યું હતું. સિંધી સમાજના કિશોરનું ચેટીચંડ તહેવાર પૂર્વે જ મોત થતાં પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અડાલજ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ભાટ ગામ પાસે આવેલી નીલકંઠ સોસાયટી, વિભાગ-2ના ચેરમેન સુરેશભાઇ મુલતાણી પોતાના પરિવાર સાથે રહે છે. સુરેશભાઈ કાલુપુરમાં મોટો વેપાર ધરાવે છે. મંગળવારે રાતે 8.30 વાગ્યાના અરસામાં સુરેશભાઇનો 13 વર્ષીય પુત્ર વિવેક સોસાયટીનાં અન્ય બાળકો સાથે સોસાયટીના ગાર્ડનમાં ફૂટબોલ રમી રહ્યો હતો ત્યારે બોલ વીજ થાંભલાને અડીને રોકાઇ જતાં વિવેક તેને લેવા જતાં થાંભલાના વાયરમાં ખામીના કારણે કરંટ વહેતાં વિવેકને શોક લાગ્યો હતો અને ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. ઘટના બનતાં સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. વિવેકને તાત્કા‌િલક નજીકની ખાનગી હો‌િસ્પટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો. વિવેકના અચાનક મોતના પગલે તેનાં પ‌િરવારજનો તથા સોસાયટીમાં શોક છવાઇ ગયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતક વિવેકનો પ‌િરવાર ‌િસંધી સમાજમાંથી આવે છે. બુધવારે ચેટીચંડનો તહેવાર હોવાથી તેમના ઘરમાં ઉત્સવનો માહોલ હતો, પરંતુ ચેટીચંડની પૂર્વે સાંજે ઘટના બનતાં ઉત્સવનો હર્ષ શોકમાં ફેરવાઇ ગયો હતો. ઘટનાની જાણ કોબા ચોકીના ઇન્ચાર્જ એએસઆઇ અમરતભાઇ બી. રાઠોડને થતાં હો‌િસ્પટલ દોડી ગયા હતા અને અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like