થોડા રૂપિયા ખર્ચો, સોશિયલ મીડિયામાં છવાઈ જાવ

અમદાવાદ: આજકાલ સોશિયલ નેટવર્કિંગ સાઈટનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે. આજનું જનરેશન નેટવર્કિંગ સાઈટ પર રચ્યુંપચ્યું રહે છે. હવે લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વ્યક્તિની પ્રસિદ્ધિ, બિઝનેસ, સોશિયલ વર્ક, મોટી-મોટી કંપનીઓ તેમજ દરેક વ્યક્તિ સોશિયલ નેટવર્કિંગ સાઈટનો પોતાની બ્રાન્ડ અને પ્રમોશન માટે ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં માર્કેટમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટને ફોલોઅર્સ વધારવા માટે પૈસા આપો અને તમારે જેટલી લાઈક, કોમેન્ટ કે ફોલોઅર્સ જોઈએ એટલા મળી શકે છે જ્યારે બીજી બાજુ હાલમાં યુવાનો મિત્રો તેમજ અન્યને પોતાનું સ્ટેટસ બતાવવા માટે ફોલોઅર્સ લાઈક તેમજ કોમેન્ટ માટે રૂપિયા ખર્ચીને રીતસર લાઇક્સ અને ફોલોઅર્સ ખરીદે છે, તેના ફોલોઅર્સ વધારા માટેનો બિઝનેસ વધી ગયો છે.

આજના સમયમાં દરેક વ્યક્તિ તમામ સોશિયલ સાઈટનો ઉપયોગ કરતી હશે, એમાં પણ ઘણી બધી સોશિયલ સાઈટ ઉપલબ્ધ છે, જેવી કે ફેસબુક, ‌િટ્વટર, ઇન્સ્ટાગ્રામ, યૂ-ટ્યૂબ જેવી ઘણી બધી સાઈટનો ઉપયોગ લોકો કરી રહ્યા છે. આ સાઈટ પર કોઈ વ્યક્તિ ફોટો કે સ્ટેટસ અપડૅટ કરે છે તો તેને કેટલા લાઈક-કોમેન્ટ્સ મળે છે તેનો ઘણો ક્રેઝ જોવા મળતો હોય છે. લોકો થોડી થોડી વારે પોતાનો ફોટો તેમજ સ્ટેટસ જોતા હોય છે, કોઈ વ્યક્તિને વધુ લાઇક્સ ન મળતી હોય તો લાઇક્સ વધારવા માટે અવનવાં ગતકડાં કરે છે. નાછૂટકે તે ઓનલાઇન મારફતે કે પછી કોઈ ડેવલપર દ્વારા લાઇક્સ વધારવા માટે રૂપિયા આપીને લાઇક્સ વધારે છે.

આ બધી નેટવર્કિંગ સાઈટ માટે પ્રમોશન માટે ખૂબ ઉપયોગી નિવડ્યું છે લોકો ઓનલાઇન પોતાની બ્રાન્ડ લોકો સુધી પહોંચે તે માટે અલગ અલગ સાઈટનો ઉપયોગ કરી રહ્યા છે, જેમ કે કોઈ મોટું ઓનલાઇન પ્રમોશન, ડિઝાઈનર, ગાર્મેન્ટ, સોશિયલ વર્ક, પ્રોડક્ટ તેમજ પોતાની પર્સનાલિટી સારી દર્શાવવા તેમજ બીજા કરતાં સારી પ્રોફાઇલ જેવી અનેક નેટવર્કિંગ સાઈટ જોવા મળતી હશે, તેમાં હજારો અને લાખોની સંખ્યામાં ફોલોઅર્સ અને લાઇક્સ હોય છે, પરંતુ આ લાઇક કે ફોલોઅર્સ સાચા છે કે ખોટા તે જાણી શકવું મુશ્કેલ છે, અમુક વખતે લાઈક વધુ હોવાના કારણે એકલતા અને ફ્સ્ટ્રેશનના કિસ્સા જોવા મળે છે.

ઘણા લાઈક માટે ન કરવાનું પણ કરતા હોય છે. ઓનલાઇનની વાત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિનું પેજ તેની લાઇક્સ માટે મહત્ત્વનું હોય છે, કેમ કે કોઈ પણ વસ્તુ કે સર્વિસનું પ્રમોશન કરવા માટે લાઇક્સ કેટલી છે તેના પરથી બ્રાન્ડિંગ થતું હોય છે,અત્યારે માર્કેટમાં ફેસબુક પેજ પર પ૦૦૦ લાઇક્સના ૧પ૦૦ રૂપિયા, ટ્વિટર પર પ૦૦૦ લાઇક્સના ૪૦૦ રૂપિયા પ્લાન માર્કેટમાં ઉપલબ્ધ છે અને વધુ લાઇક્સના કારણે પોતાના બિઝનેસનું પ્રમોશન કરી રહ્યા છે. આમાં પણ બે પ્રકારની લાઇક્સ હોય છે. નેગેટિવ લાઇક્સ અને સાચી લાઇક્સ, સાચી લાઇક્સ કોઈ ખરીદે તો પ ટકા ફોલોઅર્સ ડ્રોપ ડાઉન થાય છે જ્યારે ફેક લાઇક્સ ૯૦ ટકા ડ્રોપ ડાઉન થયા છે. ફેક લાઇક્સથી પેજને નુકસાન તેમજ ઑટોમેટિક બ્લોક થઇ જવાના ચાન્સ વધુ હોય છે. માર્કેટમાં હવે રિયલ લાઈક્સ યુવાનો ખરીદી રહ્યા છે. રિયલ લાઈક તમારી પોસ્ટને લોકો સુધી શેર કરીને પણ લાઇક્સ મેળવી લે છે. આ લાઈકસ એ ફેસબુક લીડ જનરેટ કરીને પણ કરી શકાય છે કાં તો જે લોકો આ માસ્ટર છે તે કામ કરીને રિયલ લાઇક્સ વધારી આપે છે, જેમ કે તમારી આજુબાજુના કે આજુબાજુના લોકોના લાઇક્સ મળતા રહે છે.

આ અંગે ઓનલાઇન માર્કેટિંગના જૈશીલ શાહે જણાવ્યું કે હાલમાં ફોલોઅર્સ અને લાઈક્સનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને ઘણા બધા લોકો પોતાના પેજને વધારે લાઇક્સ મળે તે માટે હવે પૈસા ખર્ચતાં પણ અટકતા નથી.મારી પાસે રોજની ઘણી ઈન્ક્વાયરી તો આવે છે. આ બધા લોકો જેવા કે રાજકારણીઓ, સોશિયલ કે અન્ય બ્રાન્ડના પેજને ફોલોઅર્સ વધુ કરવા કોલ આવે છે, તેમાંથી પણ ખાસ યુવાનોમાં પણ ઘણો ક્રેઝ છે. પોતાના ફોટા તેમજ લાઇક્સ વધારે માટે પૈસા ખૂબ ખર્ચી રહ્યા છે.

આ બાબતે સોફ્ટવેર ડેવલપર જગદીશ પ્રજાપતિએ જણાવ્યું કે સોશિયલ સાઈટ પર પોતાનું વ્યક્તિત્વ દર્શાવવા માટે ફેક લાઇક્સ, ફેક કોમેન્ટ્સ માટે પૈસાથી લાઇક્સની ખરીદી કરી રહ્યા છે. આના ગેરફાયદા ખૂબ છે. સોશિયલ સાઈટ પર ઓળખાણ કંઈ અલગ હોય અને રિયલમાં કંઈ અલગ હોય છે અત્યારે કોઈ કંપનીની બ્રાન્ડને સોશિયલ સાઈટ પર ડેવલપ કરવા સરળ રસ્તાનો ઉપયોગ કરે છે.
social-media2

પ્રિતેશ પ્રજાપતિ

You might also like