સગાઇમાં આવ્યો નવો ટ્રેન્ડ, હવે રિંગ પહેરવા માટે છોકરીઓ વિંધાવે છે આંગળી

ન્યૂ દિલ્હીઃ કોઇ પણ પરણિત અથવા રિલેશનશિપમાં રહેલ વ્યક્તિને માટે તેઓની એન્ગેજમેન્ટ રિંગ ઘણી ખાસ હોય છે. ખાસ કરીને જ્યારે મહિલાઓ પોતાની બાકી જ્વેલરીનાં મુકાબલે એન્ગેજમેન્ટ રિંગને સંબંધની નિશાની તરીકે હંમેશાં સંભાળીને જ રાખવા ઇચ્છે છે પરંતુ ક્યારેક-ક્યારેક ન ઇચ્છતા પણ અનેક મહિલાઓની સ્પેશિયલ રિંગ ગુમ થઇ જાય છે.

આ સિવાય પણ અનેક મહિલાઓનાં મનમાં પારમ્પરિક અંદાજથી હટીને પોતાની એન્ગેજમેન્ટ રિંગને કંઇક અલગ અને ખાસ બનાવવાની ઇચ્છા હોય છે. જો આપ પણ આવા વિચાર રાખનારી મહિલાઓમાંથી જ એક છો તો આ ખબર આપનાં માટે છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર આ દિવસો ખાસ પ્રકારની એન્ગેજમેન્ટ રિંગ પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહેલ છે. જ્યાં મહિલાઓ હાથમાં છેદ કરાવીને પહેરવામાં આવેલ ખાસ રિંગની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહેલ છે.

આમ તો સામાન્ય રીતે જોઇએ તો શરીરનાં અંગોમાં છેદ કરાવીને ઘરેણાં પહેરવાનો આઇડીયા કોઇ નવો નથી. ભારત અને દુનિયાનાં અનેક ભાગોમાં મહિલાઓ નાક, કાન, ડુંટીમાં છેદ કરાવીને ઘરેણાં પહેરે છે પરંતુ હાથની આંગળીમાં પહેરવાવાળી અંગૂઠીનાં મામલામાં આ દિવસોમાં એક અલગ જ પ્રકારનો ટ્રેન્ડ સામે આવ્યો છે કે જ્યાં મહિલાઓ હાથની આંગળી પર છેદ કરાવીને ડાયમંડ અને અન્ય પ્રકારનાં ઘરેણાં પહેરી રહેલ છે.

આવું પણ નથી કે આ પ્રકારે આંગળી પર ડાયમંડ અથવા સ્ટોન પહેરવાનો આ વિચાર નવો જ છે પરંતુ આને વધુ લોકો અપનાવી રહ્યાં છે અને સોશિયલ મીડિયા પર આની તસ્વીરો પણ શેર કરી રહેલ છે.

Dhruv Brahmbhatt

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

10 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

10 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

10 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

10 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

10 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

10 hours ago