સોશિયલ મીડિયાએ જિંદગી બદલી છેઃ રિચા ચઢ્ઢા

બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં જેની ગણતરી થાય છે તે રિચા ચઢ્ઢા હવે ‘દાસ દેવ’ નામની ફિલ્મમાં જોવા મળશે. તે કહે છે કે આ ફિલ્મમાં મારું પાત્ર ખૂબ જ અલગ છે. આ ફિલ્મમાં મારું પાત્ર પારોનું છે, જે ઘણા બધા ઝઘડા બાદ દેવથી અલગ થઇ જાય છે અને પોતાના ભાગ્યની માલિ‌િકન જાતે બનવાનો નિર્ણય લે છે. પારો કોઇ સાધારણ છોકરી નથી. તે અંત સુધી લડવાની હિંમત રાખે છે. આ સ્ક્રિપ્ટમાં રિચાનું પાત્ર સૌથી દમદાર છે.

આ ઉપરાંત રિચા અન્ય એક ફિલ્મ ‘થ્રી સ્ટોરીઝ’માં કામ કરી રહી છે. તે કહે છે કે આ ફિલ્મ ત્રણ બિલકુલ અલગ અલગ વ્યક્તિ વિશેની છે, જેઓ ત્રણ માળની એક ચાલીમાં રહે છે. મર્ડર મિસ્ટ્રી પર આધારિત આ ફિલ્મમાં ત્રણ સ્ટોરી કેવી રીતે નજીક આવે છે તે દર્શાવાયું છે. ફિલ્મમાં તેની સાથે પુલકિત સમ્રાટ, શર્મન જોશી અને રેણુકા શહાણે છે.

રિચાએ હાલમાં એક મ્યુઝિક વીડિયો ‘વોન્ટ અ બી ફ્રી’માં પણ કામ કર્યું છે. રિચા કહે છે કે આ સોંગ શિવાની કશ્યપે ગાયું છે. આ એક એવી છોકરીની કહાણી છે કે જે સોશિયલ મીડિયાનો શિકાર બને છે અને તેની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઇ જાય છે. આ કહાણીના માધ્યમથી અમે સંદેશ આપવાની ઇચ્છીએ છીએ કે જે દુનિયામાં અમે રહીએ છીએ તે સુપરફિશિયલ છે. દરેક વ્યક્તિ ખુદનું સૌથી બેસ્ટ વર્ઝન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જે નકલી જિંદગીની તસવીર છે. હવે લોકો ઓનલાઇન જિંદગી જીવે છે. તેઓ શું કરે છે, શું ખાય છે, ક્યાં જાય છે આ બધી વાતોની તસવીર ખેંચીને પોસ્ટ કરતા રહે છે.

You might also like