સોશિયલ મિડિયામાં ફ્રેન્ડશિપ કરી બ્લેકમેઇલ કરતાં યુવકની ધરપકડ

અમદાવાદ : સોશિયલ મિડિયા ફેસબુક તેમજ અન્ય વેબસાઇટો પર ફેક પ્રોફાઇલ બનાવી અને મોબાઇલ નંબર મૂકી બદનામ કરનાર સુરતનાં યુવકની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપી યુવકે ફેસબુક દ્વારા છોકરીઓનાં સગાસંબંધીની માહિતી મેળવી આ કૃત્ય કરી બ્લેકમેઇલ કરતો હતો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૃ કરી છે. નઇમ ઉર્ફે સામી ઇકબાલભાઇ મેમણ (ઉં.વ.૨૬, રહે. હમદપાદ, સુરત) મીટ.૨૪.ર્ષ્ઠદ્બઃ નીમ્બસ ડોટકોમ તથા ફેસબુકમાં ફેક પ્રોફાઇલ બનાવી અને અંગત વાતો જાણી જાતિય સંબંધો બાંધવા બ્લેકમેઇલ કરતો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શાહીબાગ વિસ્તારમાં રહેતાં મોહસીનખાન પઠાણે (નામ બદલેલ છે) સાઇબર ક્રાઇમ સેલમાં આવી ફરિયાદ આપી હતી કે કોઇ શખસે પોતાની પત્ની શમા પઠાણ (નામ બદલેલ છે.) નામથી વેબસાઇટ પર પ્રોફાઇલ બનાવેલી છે અને પોતાના બે મોબાઇલ ફોન નંબર તેમાં લખેલાં છે, તેમજ ફેસબુકમાં પણ શમા મોહસીન પઠાણ નામની તેમજ પોતાની બહેન સાજીયા પઠાણ (નામ બદલેલ છે)ના નામની ફેસબુક પ્રોફાઇલ બનાવી છે અને તેમાં આઇ એમ એટ શાહીબાગ, ઓન્લી એહમદાબાદ બોયઝ કેન ટેક મી વિગેરે જેવા શબ્દો લખી લોકોને ફોન કરવા પ્રેરે છે.

તેના કારણે જુદા જુદા માણસો મને અને મારી પત્નીને ફોન કરી સતત માનસિક ત્રાસ આપે છે. જેથી સાઇબર ક્રાઇમ પીઆઇ કે. આઇ. મોદીએ આ બધી ફેક પ્રોફાઇલના આઇપી લોગ મેળવી તપાસ કરતાં આ આઇપી સુરતના ફારુક તૈયબભાઇ મેમણના હોવાનું જણાઇ આવ્યું હતું અને તેની પૂછપરછ કરતાં આ કૃત્ય તેના સગા કાકાના દીકરા નઇમ ઇકબાલભાઇ મેમણે કરેલ હોવાનું જણાવ્યું હતું.નઇમની પૂછપરછ કરતાં પોતે મોબાઇલ ફોનની એસેસરીઝ વેચવાનો ધંધો કરે છે અને અગાઉ ફરિયાદીની બીજી બહેન સાથે નીમ્બસ ડોટ કોમ વેબસાઇટ પર મુલાકાત થયેલી અને તેની સાથે લાંબો સમય ચેટિંગ કરેલ અને તેના સગાસંબંધીઓ શું કરે છે તેની માહિતી મેળવેલી પરંતુ છેલ્લા છ એક માસથી તેણે ફ્રેન્ડશિપ તોડી નાંખેલી તેના કારણે તેણે મીટ ૨૪ વેબસાઇટ ઓપન કરેલી.

તેમાં ફરિયાદીની પત્નીના નામની પ્રોફાઇલ બનાવેલી અને તેમાં ફરિયાદીનાં મોબાઇલ નંબર મૂકી દીધેલો. જે પછી આ લોકો મારા વિરુદ્ધમાં સાઇબર ક્રાઇમમાં ફરિયાદ ન કરે તે આશયથી બીજી ફેક ફેસબુક પ્રોફાઇલો બનાવેલ અને તેમાં ફરિયાદી મોહસીનખાનને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી ફ્રેન્ડ બનાવેલ અને મને સાઇબર ક્રાઇમવાળા પણ શોધી શકશે નહીં તેવી ધમકી આપેલી પરંતુ મોહસીન ખાને તેની ધમકીને નકારી સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

You might also like