સોશિયલ સાઇટ્સ પર એક લાઇક તમારા સંબંધોમાં તિરાડ પાડી શકે છે

સોશિયલ સાઇટ્સ પર કોઇ ફોટાને લાઇક કરવાથી તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. બની શકે કે આ લાઇક તમારી અને તમારા પાર્ટનરની વચ્ચે દૂરી પેદા કરે. ચોંકશો નહીં, એક રિપોર્ટમાં આવું જ કંઇક જોવા મળ્યું છે. સોશિયલ મીડિયા હવે સંબંધોને ખરાબ કરનાર એક રાક્ષસ બની ગયું છે.

મનોચિકિત્સકોને અનુસાર સંબંધોનો અંત આણવામાં સોશિયલ મીડિયા સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. સતત સોશિયલ મીડિયા સાઇટ્સ પર સક્રિય રહેવાથી પોતાના અંગત સંબંધો પર ખાસ ધ્યાન આપી શકાતુ નથી. સોશિયલ મીડિયાના કારણે લોકો પોતાની પ્રાથમિકતા બદલી રહ્યાં છે જેના કારણે સંબંધોમાં તિરાડો પડી રહી છે.

ઘણી વખતે લોકો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવેલી ખોટી તેમજ અધુરી માહિતીવાળી વાતોનાં પ્રભાવમાં આવીને પોતાના જીવનસાથીની સાથે અવ્યવહારિક ઉપેક્ષા કરી બેસે છે. આ સિવાય તેમની ઉપર તે પ્રમાણેની અવાસ્તવિક જીવન પદ્ધતિને સ્વીકારવાનું દબાણ કરે છે. સોશિયલ સાઇટ્સના વધારે ઉપયોગને કારણે કોઇ પણ મૂળભૂત સંબંધો, વિશ્વાસ અને ખાનગી સલાહ તેમજ વ્યક્તિગત સ્વતંત્રતામાં ઉણપ આવે છે. સોશિયલ સાઇટ્સ પર થતી વધારે ચર્ચાને કારણે લોકો પોતાના જીવનસાથીના વિચારોને ખાસ જગ્યા નથી આપી શકતાં.

ફેસબુક સાથે જોડાયેલા લોકો અહીં અન્ય જોડીની સાથે પોતાની જોડીની સરખામણી કરે છે. ઘણી વખતે તો તેઓ કોઇ અહીં કોઇ ફેમસ પર્સનાલિટીની સાથે પોતાની સરખામણી કરવા લાગે છે જેના કારણે તેમના સંબંધોમાં મીઠાશ ઓછી થવા લાગે છે. આ સિવાય તેમના સંબંધો વચ્ચે અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ સમસ્યાઓને સ્માર્ટફોને પણ વધારે પ્રોત્સાહન આપ્યું છે. બેડરૂમમાં એક ત્રીજા વ્યક્તિ તરીકે ઉપસ્થિત રહેતાં સ્માર્ટફોનને કારણે પતિ-પત્ની વચ્ચેનો રોમાંસ અને હૂંફ ખતમ થઇ રહી છે.

You might also like