કાશ્મીર ખીણમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાતાં વિદ્યાર્થીએ ‘કાશબુક’ બનાવ્યું

જમ્મુ: જમ્મુ-કાશ્મીર સરકારે ખીણમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનો વિકલ્પ ૧૬ વર્ષીય વિદ્યાર્થી જિયાન શફીકે શોધી લીધો છે. તેણે ‘કાશબુક’ નામથી ખીણ માટે પોતાની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરી છે. એપની સાઇઝ માત્ર ૧.૪૦ એમબી છે અને તેની લગભગ ૧,૦૦૦ એપ ડાઉનલોડ થઇ ચૂકી છે. તેણે એન્ડ્રોઇડ પર ૪.૭ સ્ટાર રેટિંગ મળ્યું છે. ગેમ અને સર્ચનો ઓપ્શન પણ અપાયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અનંતનાગ જિલ્લાના આ છોકરાએ હજુ દસમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ૧૧ વર્ષની ઉંમરથી જ સોફટવેરમાં રસ ધરાવનાર આ છોકરાના પિતા બિઝનેસમેન છે, જ્યારે તેની માતા સરકારી કર્મચારી છે. રાજ્ય સરકારે આતંકી ગતિવિધિઓને કંટ્રોલમાં રાખવા માટે ર૬ એપ્રિલથી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારથી લોકો અહીં વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્કનો ઉપયોગ કરે છે. ત્યારબાદ સરકારે વીપીએન પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ આ યુવકે સોશિયલ મીડિયા વેબસાઇટ ડેવલપ કરી અને તેનું એપ વર્ઝન લોન્ચ કર્યું. આ કામમાં તેણે શ્રીનગરના ૧૯ વર્ષીય એક વિદ્યાર્થીની મદદ પણ લીધી.
http://sambhaavnews.com/

You might also like