સાબુ, નેલપોલીશનો મેદસ્વિતા સાથે છે આ સંબંધ

વોશિંગટન: મેદસ્વિતા વધારવા માટે સાબુ, નેલપોલિશ અને રોજ વપરાશમાં આવતી બીજી વસ્તુઓ પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. એક નવા અભ્યાસમાં એવા વાતનો દાવો કરવામાં આવ્યો છે કે પ્લાસ્ટિક, સાબુ અથવા નેલપોલિશ બોડીમાં જમા થયેલી ચરબીના પ્રમાણને પ્રભાવિત કરી શકે છે.

પ્લાસ્ટિકમાં શારીરિક કે માનસિક સ્થિતિસ્થાપકતા માટે થાલેટ્સ નામના કેમિકલનો ઉપયોગ થાય છે. રિસર્ચ કરતાં જાણવા મળ્યું છે કે કેમિકલ લોકોના સ્વાસ્થયનને પ્રભઆવિત કરી શકે છે. સંશોધનકર્તા એક લી યીને જણાવ્યું કે થાલેટ્સથી ઘણા પ્રકારની બિમારીઓ ઉત્પન્ન થાય છે.

પહેલાના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે વ્યક્તિના અંદર મળનારા દ્રવ્યમાં થાલેટ્સનું પ્રમાણ હોય છે એટલે સંશોધ કર્તાઓએ એવું જાણવાનો પ્રયત્ન કર્યો કે શું એક ખાસ થાલેટ બેજાઇલ થાલેટની કોશિકાઓમાં ચરબીની સંચય થવા પર કોઇ ફક પડે છે કે નહીં. સંશોધકર્તાઓએ તેના માટે ઉંદરની કોશિકાનો પ્રયોગ કર્યો.

બીબીપીના પરિણામનો મુકાબલો બીપીએથી કરવામાં આવ્યો. બીપીએ એટલે બાઇસ્ફેનોલ એક કારક છે જે પર્યાવરણમાં મળી રહે છે અને સીધા લોહીમાં હોર્મોન અથવા અન્ય પદાર્થો સ્ત્રવિત કરનાર ગ્રંથીઓને પ્રભાવિત કરે છે. બંને બાબતોમાં જાણવા મળ્યું કે તેનાથી શરીરમાં ચરબી જમા થાય છે. પરંતુ એક ફરક એ હતો કે બીબીપી વાળી કોશિકામાં ચરબીના કણ મોટા મોટા હતાં એટલે એવું પરિણામ નીકળ્યું કે બીબીપી મેદસ્વિતાને વધારવા મહત્વની ભૂમિકા નિભાવે છે,

You might also like