ઘરે જ બનાવો સોન પાપડી આ રીતે

સામગ્રી

2 કપ ખાંડ

1 કપ મેંદો

1 કપ ચણાનો લોટ

11/2 કપ ઘી

2 ચમચી દૂધ

11/2 કપ પાણી

1 નાની ચમચી ઇલાયચી પાવડર

3 મોટી ચમચી જીણા કટ કરેલા બદામ પિસ્તા

બનાવવાની રીતઃ એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં મેદોં અને ચણાનો લોટ એડ કરીને તેને લાઇટ બ્રાઉન કલરનો શેકી લો. ત્યાર બાદ તેને ઠંડો થવા દો. હવે એક વાસણમાં દૂધ, પાણી અને ખાંડ મિક્સ કરી મધ્યમ આંચ પર ચાશણી બનાવવા મૂકો. તેને ઉકાળીને બે તારની ચાશણી બનાવો. હવે ચાશણીમાં તૈયાર કરેલું મિશ્રણ એડ કરી તેને બરોબર મિક્સ કરો. સતત દસ મિનિટ હલાવીને મિક્સ કરો. ત્યાર બાદ થાળીમાં થોડુ ધી એડ કરીને આ મિશ્રણને સમાન રીતે થાળીમાં ફેલાવો અને તેની ઉપર બદામ પિસ્તાનું કતરણ કરો. ઠંડુ થઇ જાય ત્યારે તેના ચોરસ પિસ કરી લો. તો આ રીતે ઘરે જ સોન પાપળી બનાવીને મહેમાનનું મોં મીઠું કરાવો

You might also like