તો શું બંધ થઇ જશે 500 અને 2000 રૂપિયાની નોટ!

અમરાવતી: ડિજીટલ ઇકોનોમી પર સૂચનો માટે ગઠિત મુખ્યમંત્રીઓની પેનલના મુખ્ય ચંદ્કબાબૂ નાયડૂએ 500 અને 2000 રૂપિયાની નોટોને બંધ કરવાનું સૂચન આપ્યું છે. નાયડૂએ કહ્યું છે કે ડિજીટલ પેમેન્ટસને પ્રોત્સાહન આપવા આવું કરવું જરૂરી છે. નાયડૂએ કહ્યું કે હું પહેલો વ્યક્તિ હતો,જેને 1000 અને 500 રૂપિયાની નોટો બંધ કરવાની માંગણી કરી હતી. પરંતુ હવે 2000 અને 500 ની નોટો આવી છે એને પણ બંધ કરી દેવી જોઇએ.

વિશાખાપટ્ટનમ પોલીસ તરફથી એક હવાલા રેકેટનો પર્દાફાશ કરવાને લઇને નાયડૂએ કહ્યું કે આશ્વર્યજનક રૂપથી હવાલા રેકેટ દ્વારા 1,379 કરોડ રૂપિયાની રકમ દેશની બહાર મોકલી દેવામાં આવી. નોટબંધી બાદ મેં RBI ને કહ્યું હતું કે આંઘ્ર પ્રદેશ માટે વધારે રકમ મોકલે એની પર આરબીઆઇના ડેપ્યુટી ગવર્નરએ કહ્યું હતું કે પૈસા આંઘ્ર પ્રદેશ આવી રહ્યા છે, પરંતુ ત્યારબાદ ખબર નહીં ક્યાં જઇ રહ્યા છે. પરંતુ હવે ખબર પડી કે પૈસા ક્યાં જઇ રહ્યા છે.

નામ લીધા વગર વાઇ.એસ.આર કોંગ્રેસ ચીફ જગનમોહન રેડ્ડી પર નિશાન સાધતાં એમણે કહ્યું કે આ ટ્રાન્ઝેક્શન માટે ઘણી ખોટી કંપનીઓ બનાવવામાં આવી હતી. કેટલાક ગુમનામ લોકો દ્વારા આ બધા કામોને અંજામ આપવામાં આવ્યો. આ બધા માટે કોણ રોલ મોડલ હતું.

http://sambhaavnews.com/

You might also like