‘સંપૂર્ણ ક્રાંતિ’માં એટલા પેસેન્જર ચડી ગયા કે ખેંચીને બહાર કઢાયા

નવી દિલ્હી: ગરમીની રજાઓમાં દિલ્હીથી બીજાં રાજ્યમાં જતી ટ્રેન રીતસરની હાંફી ગઇ છે. લોકો પરેશાન છે, કારણ કે ટ્રેન ૩૦ કલાક મોડી ચાલી રહી છે. લોકો પરેશાન છે, કેમ કે નથી ધુમ્મસ, નથી વરસાદ છતાં પણ ટ્રેન આટલી બધી લેટ શા માટે થાય છે?

૧ મેના રોજ નવી દિલ્હી સ્ટેશનથી પટણા જવા માટે ઊભેલી ‘સંપૂર્ણ ક્રાંતિ’માં એટલી ભીડ થઇ ગઇ કે આરપીએફએ પેસેન્જરને ખેંચીને બહાર કાઢવા પડ્યા. ત્યાર બાદ ટ્રેન રવાના કરાઇ. રેલવે અધિકારીઓએ વાતચીતમાં જણાવ્યું કે સૌથી વધુ ભીડ યુપી અને બિહાર જતી ટ્રેનમાં છે. સંપૂર્ણ ક્રાંતિ ઉપરાંત બિહાર સંપર્ક ક્રાંતિ, પૂર્વા એક્સપ્રેસ અને વૈશાલી એક્સપ્રેસ ટ્રેનની પણ આ જ હાલત છે.

ધુમ્મસ કે વરસાદ નથી છતાં ટ્રેન શા માટે લેટ થાય છે તેના પર લોકોને આશ્ચર્ય

ટ્રેનની લેટ લતીફી ઉપર ઉત્તર રેલવેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે હાલમાં ટ્રેનને રિપેર કરવા માટે ઘણી જગ્યાએ બ્લોકેજ કરાયા છે. આ જ કારણે ટ્રેન મોડી ચાલી રહી છે. રેલવે અધિકારીઓનું કહેવું છે કે પેસેન્જર્સને સુર‌િક્ષત સફર આપવી એ રેલવેની પ્રાથમિકતા છે, પરંતુ બુુધવારે સ્વાતંત્ર્યસેનાની એક્સપ્રેસ ૩૦ કલાક લેટ ચાલી હતી. આ ઉપરાંત મગધ એક્સપ્રેસ ૧૦ કલાક, શ્રમજીવી એક્સપ્રેસ સાત કલાક અને ભુવનેશ્વર દુરંતો સાત કલાક મોડી હતી.

You might also like