ભારતની આ જગ્યાઓ પર Snowfallની લઇ શકો છો મજા…

જાન્યુઆરીમાં હિલ સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા વધી જતી હોય છે. સૌથી વધારે લોકોને ત્યાં સ્નોફોલનો શોખ હોય છે. જો હજુ સુધી તમે સ્નોફોલ જોઇ શક્યા ના હોય તો અમે એવી જગ્યા અંગેની જાણકારી આપી રહ્યાં છે જ્યાં તમે સ્નોફોલનો આનંદ લઇ શકો છો.

કસૌલી
હિમાચલની સૌથી ખૂબસુરત જગ્યાઓમાંથી એક જગ્યા જ્યાં તમે ખૂબસુરત પહાડ અને નદીપર જામેલા બરફની મજા લઇ શકો છો. કસૌલીની નજીકનું એરપોર્ટ ચંડીગઢ છે, જે કસૌલીથી 65 કિમી છે. જ્યારે ટ્રેન દ્વારા જવા માટે દિલ્હીથી કાળકા માટે દિવસભરમાં પાંચ ટ્રેન છે. હિમાલય ક્વીન, કાલકા શતાબ્દી, પશ્ચિમ એક્સપ્રેસ અને હાવડા-દિલ્હી-કાલકા મેલથી તમે કાલકા સુધી પહોંચી શકો છો.

ઔલી
જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે જવા માટે આ જગ્યા સૌથી બેસ્ટ છે. ઔલીના પહાડોમાં તમે સ્નો-ફોલનો ભરપુર મજા લઇ શકો છો. ઓછા લોકો જાણે છે કે અહી લોકોની ભીડ ઘણી ઓછી હોય છે. ઔલી સુધી આસાનીથી પ્લેન, રેલવે તેમજ રોડ દ્વારા જઇ શકો છો. ઔલીથી નજીકનું એરપોર્ટ દહેરાદૂનનું જૌલી ગ્રાન્ટ એરપોર્ટ છે અને નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન હરિદ્વારા રેલવે સ્ટેશન છે.

ધનૌલ્ટી
શિયાળામાં ફરવા માટે આ જગ્યા પણ ઘણી સુંદર છે. જો તમે મસૂરી-મનાલી ફરીને આવ્યા છો તો એકવાર ઘનૌલ્ટી પણ જરૂરથી જઇ આવો. ધનૌલ્ટી જવા માટે નવી દિલ્હીથી સવારે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન જાય છે જે તમને દહેરાદૂન પહોંચાડે છે અને ત્યારબાદ ત્યાંથી ટેક્સી દ્વારા ધનૌલ્ટી જઇ શકાય છે.

મુનસ્યારી
ઉત્તરાખંડના 2250 મીટરની ઉંચાઇ પર આવેલ આ ખૂબસુરત શહેર છે. અહી ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે વિદેશની જેમ સ્નોફોલ થાય છે. કાઠગોદામ હલ્દવાની રેલવે સ્ટેશનથી મુનસ્યારી અંદાજે 295 કિમી છે અને નૈનીતાલથી 265 કિમી છે. કાઠગોદામમાં મુનસ્યારીની યાત્રા બસ અથવા ટેક્સી માધ્યમથી જઇ શકાય છે.

You might also like