સ્નોડેનનો ધડાકોઃ ઓસામા બિન લાદેન હજુ જીવતો છે

નવી દિલ્હી: અમેરિકાએ દાવો કર્યો છે કે ર૦૧૧માં પાકિસ્તાનના અબોટાબાદમાં તેનાં સ્પેશિયલ દળોએ ત્રાસવાદી ઓસામા બિન લાદેનને ઠાર માર્યો હતો, પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે અમેરિકાના આ દાવા પર તેની જ જાસૂસી સંસ્થા સીઆઇએના એક કર્મચારીએ પાણી ફેરવી દીધું છે.

સીઆઇએના પૂર્વ કર્મચારી એડવર્ડ સ્નોડેને એવો દાવો કર્યો છે કે ઓસામા બિન લાદેન હજુ જીવતો છે. તેણે દાવો કર્યો છે કે તેની પાસે આ અંગેના પુરાવા પણ છે. એક મુલાકાતમાં સ્નોડેને દાવો કર્યો છે કે ઓસામા બિન લાદેન આજે પણ જીવતો છે અને સંપૂર્ણપણે સ્વસ્થ છે. અમેરિકાએ એક સફેદ જૂઠાણું ચલાવ્યું છે.

મોસ્કો ટ્રિબ્યુન સાથેની મુલાકાતમાં એડવર્ડ સ્નોડેને જણાવ્યું હતું કે ઓસામા બિન લાદેન હજુ પણ બહમાસમાં સીઆઇએની પેરોલ પર રહે છે. સ્નોડેને દાવો કર્યો છે કે તેની પાસે એવા દસ્તાવેજો છે જે એ વાતનો નિર્દેશ આપે છે કે ઓસામા બિન લાદેન સીઆઇએની પેરોલ પર રહે છે. સ્નોડેને વધુમાં એવો દાવો કર્યો છે કે ઓસામાને ખર્ચ કરવા માટે દર મહિને હજુ અંદાજે રૂ.૬પ લાખ આપવામાં આવે છે.

સ્નોડેનનો એવો દાવો છે કે ર૦૧૩માં ઓસામા બિન લાદેન પોતાની પાંચ પત્નીઓ અને બાળકો સાથે એક વિલામાં રહેતો હતો. લાદેને હવે પોતાની દાઢી મુંડાવી નાખી છે અને તેણે સૈન્ય કોટને ઉતારી નાખ્યો છે કે જેથી તેને કોઇ ઓળખી ન શકે. અત્રે ઉલ્લેખનીય છે કે એનએસએની ગુપ્ત જાણકારીઓ લીક કર્યા બાદ ર૦૧૩થી સ્નોડેન ફરાર છે અને હાલ તેણે રશિયામાં આશ્રય લીધો છે.

You might also like