કાશ્મીરમાં કાતિલ ઠંડીઃ પીર પંજાલમાં હિમવર્ષાથી જનજીવન ઠપ

નવી દિલ્હી: શિયાળાની કાતિલ શરૂઆત થઇ ગઇ છે. જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે પીર પંજાલ રેન્જમાં ભારે હિમવર્ષા થતાં જનજીવન ખોરવાઇ ગયું હતું. મોટા ભાગની પર્વતમાળાઓ પર બરફની ચાદર છવાઇ જતાં જમ્મુ-કાશ્મીરમાં મોટા ભાગના રસ્તાઓ બંધ થઇ ગયા હતા.

કેટલાંક સ્થળોએ તાપમાનનો પારો માઇનસમાં ગગડી ગયો હતો. ભારે હિમવર્ષાના કારણે મોગલ રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન દિલ્હી-એનસીઆરમાં રાત્રે વરસાદના કારણે પ્રદૂષણની સમસ્યામાં થોડી રાહત મળી છે. મોડી રાત્રે ઝરમર વરસાદ ચાલુ થયા બાદ ઠંડીમાં વધારો થયો છે અને સવારે ઠંડા પવનો ફુંકાતાં લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો.

કાશ્મીરમાં હિમવર્ષા બાદ મેદાની વિસ્તારોમાં પણ મોસમમાં પલટો આવ્યો હતો. ઉત્તર કાશ્મીરમાં ગુલમર્ગની સાથે-સાથે લેહ અને કાર‌િગલમાં પણ રાત્રીનું લઘુતમ તાપમાન સૌથી ઓછું રહ્યું હતું. લેહ જમ્મુ-કાશ્મીરનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું કે જ્યાં તાપમાન ગગડીને માઇનસ ૬.૯ ડિગ્રી થઇ ગયું હતું.

ગુલમર્ગ અને કાર‌િગલમાં લઘુતમ તાપમાન માઇનસ પ.૬ ડિગ્રી સે‌િ‌લ્સયસ નોંધાયું હતું. હિમવર્ષાના કારણે રોહતાંગના પહાડોના સાંકડા રસ્તા પર હિમપ્રપાતનો નજારો એટલો સુંદર લાગી રહ્યો છે તેનાથી કેટલાય ઘણો ખતરનાક પણ છે. રોહતાંગમાં હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે.

કાશ્મીર ખીણમાં ગુલમર્ગમાં હાડ થિજાવી નાખે તેવી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. કાશ્મીરમાં મોટા ભાગનાં સ્થળોએ રાત્રીનું તાપમાન માઇનસમાં ગગડી ગયું હતું. હવામાન વિભાગે હજુ આવતી કાલ સુધી જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાની આગાહી કરી છે.

પાટનગર નવી દિલ્હીમાં મોડી રાત્રે વરસાદ થતાં પ્રદૂષણની સમસ્યા હળવી થવાની આશા ઊભી થઇ છે. ૧ર નવેમ્બરે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થઇને ડેન્જર માર્કને વટાવી ગયો હતો. હવાની ગુણવત્તાને ખરાબ કરનાર પીએમ ૧૦નું સ્તર પ્રતિ ક્યુબિક મીટર ૩૯ર માઇક્રોગ્રામ અને ગઇ કાલે પીએમ ર.પ પ્રતિ ક્યુબિક મીટર ર૬ર માઇક્રોગ્રામના સ્તર પર પહોંચી ગયું હતું.

દિલ્હીમાં પ્રદૂષણના કારણે ૧પ૦ દેશોના રાજદ્વારીઓ ડરી ગયા છે અને કેટલાય દેશોના રાજદૂતો પ્રદૂષણથી ડરીને ભારત છોડીને સ્વદેશ ચાલ્યા ગયા છે તો કેટલાક રાજદૂૂતો પરિવાર સાથે બેંગલુરુ કે જયપુર જેવા શહેરમાં થોડા દિવસ રહેવા ચાલ્યા ગયા છે.

You might also like