કાશ્મીર-હિમાચલમાં ફરી હિમ વર્ષાઃ ઉ.ભારતમાં કાતિલ ઠંડી

નવી દિલ્હી: સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીની ઝપેટમાં છે. પર્વતાળ રાજ્યો હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં ફરીથી હિમ વર્ષા થતાં સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે માર્ગ અને રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.

દિલ્હી અને એનસીઆરમાં ગાઢ ધુમ્મસને કારણે ૧૭ ટ્રેન મોડી દોડી રહી છે અને છ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યરે બે ટ્રેન રદ કરવામાં આવી છે. નવી દિલ્હીમાં દિવસનું તાપમાન ૧૯ ડિગ્રી અને રાત્રિનું તાપમાન ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે. હજુ આગામી બે દિવસ સુધી આ સ્થિતિ જળવાઈ રહેશે.

સિમલામાં રવિવારની રાત્રિથી હિમ વર્ષા શરૂ થઈ ગઈ છે અને આજે સવારે ફરીથી હિમ વર્ષા શરૂ થતાં ઠંડીનું જોર વધી ગયું છે. જોકે પ્રવાસીઓને હિમ વર્ષાનો આનંદ માણવાની મજા પડી ગઈ છે. કાશ્મીરમાં પણ સતત હિમ વર્ષાના કારણે સફેદ બરફની ચાદર છવાઈ ગઈ છે. શ્રીનગર અને અન્ય ઉંચાઈવાળા વિસ્તારોમાં ત્રણથી પાંચ સે.મી. સુધીનો બરફ જામી ગયો છે તેનાથી વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે ૨૧મી જાન્યુઆરી સુધી ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં નીચું તાપમાન રહેવાની આગાહી છે.

home

You might also like