ટીનેજર્સમાં સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ બન્યું વધુ ફેવરીટ…..

વિશ્વની સૌથી ફેમસ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક છે. ર.ર અબજથી વધુ યુઝર્સ સાથે ફેસબુક સૌથી પાવરફુલ કંપની બની ગઇ છે, પરંતુ ટીનેજર્સ હવે સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ તરફ વળી રહ્યા છે.

એક રિસર્ચ સેન્ટરે કરેલા અભ્યાસના આંકડા મુજબ અમેરિકામાં પ૧ ટકા ટીન્સ ફેસબુકનો ઉપયોગ કરે છે. જ્યારે ૭ર ટકા ટીન્સ ઇન્સ્ટાગ્રામ અને ૬૯ ટકા ટીન્સ સ્નેપચેટ વાપરે છે. ૮પ ટકા ટીનેજર્સ ગૂગલ વીડિયો શેરિંગ સર્વિસ યુ ટ્યૂબનો ઉપયોગ કરે છે.

રિસર્ચરોનુું કહેવું છે કે આજથી ત્રણ વર્ષ પહેલાં ટીનેજર્સ આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં હતાં એવું હવે નથી રહ્યું. હવે સિનારિયો ખૂબ બદલાઇ ગયો છે. ત્રણ વર્ષ પહેલાં માત્ર ફેસબુકનો જ ઉપયોગ કરતાં હતાં. હવે યંગસ્ટર્સ ઓછામાં ઓછાં બેથી ત્રણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરે છે.

બીજી તરફ મોટી વયના લોકોમાં ફેસબુક હજુ પણ એટલું જ લોકપ્રિય છે અને મિડલ એજ તેમજ એથી મોટી વયના લોકોમાં ફેસબુકનો વપરાશ છેલ્લા ત્રણ વર્ષમાં અનેકગણો વધી ગયો છે.

You might also like