સ્નૈપડિલે ધમાકા સેલની જાહેર કરી : મળી રહ્યું છે 70 ટકા સુધી ડિસ્કાઉન્ટ

નવી દિલ્હી : ઇ કોમર્સ કંપની સ્નેપડિલનાં અનબોક્સ ધમાકા સેલની જાહેરાત કરી છે જેમાં ગ્રાહકોને ભારે છૂટ અને અન્ય આકર્ષક સ્કીમ મુકાઇ છે. ઉલ્લેખનીય છે કે સ્નેપડીલની તેની પ્રતિદ્વંદી ફિલ્પકાર્ટને સંભવિત વેચાણની ચર્ચા ચાલી રહી છે. તે અગાઉ સ્નેપડીલને ધમાકા સેલની જાહેરાત કરી છે. તેને બે દિવસનાં મેગા સેલ દરમિયાન સ્નેપડિલ અલગ અલગ શ્રેણીઓ જેમ કે ઘરેલુ, ફેશન અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર 70 ટકા સુધીની છુટ આપી રહી છે.

કંપની બે દિવસની ધમાકા સેલ 11 અને 12 મે માટે છે. આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે બજારમાં એવા અહેવાલો આવી રહ્યા છે કે સ્નેપડિલને તેની પ્રતિદ્વંદી ફ્લિપકાર્ટને વેચવામાં આવી રહી છે. સૂત્રોનું કહેવું છે કે સ્નેપડીલ દ્વારા ફ્લિપકાર્ટથી એક પાક્કી શર્તોનાં કરાર પર હસ્તાક્ષર કરવાની આશા છે. આ સોદો આગામી થોડા સમયમાં થાય તેવી શક્યતાઓ છે.

ગત્ત કેટલાક મહિનાઓથી સ્નેપડીલ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ વધારેમાં વધારે ગ્રાહકો અને વિક્રેતાઓને જોડવા માટે પોતાનાં પ્રયાસો વધારી રહી છે. એમેઝોનની ગ્રેટ ઇન્ડિયા સેલ આજથી ચાલુ થઇને 14 મે સુધી ચાલશે. ફ્લિપકાર્ટની બિગ 10 સેલ 14થી 18 મે દરમિયાન યોજાશે.

ઇ કોમર્સ કંપનીઓનાં પ્લેટફોર્મ પર સેલનાં દિવસોમાં ટ્રાફીક અને લેવડ દેવડ ઘણી વધી જતી હોય છે. ફ્લિપકાર્ટને આશા છે કે સેલનાં દિવસોમાં તેનાં પ્લેટફોર્મ પર લેવડ દેવડમાં પાંચ ટકાનો વધારો થશે.

You might also like