સ્નેપડીલ પર માત્ર પાંચ મિનિટમાં વેચાઇ 60 હજાર મેગીની કિટ્સ

નવી દિલ્હી: ઇ-કોમર્સ પ્લેટફોર્મ સ્નેપડીલ પર મેગીની 60 હજાર વેલકમ કીટ માત્ર પાંચ મિનિટમાં વેચાઇ ગઈ. આ પહેલાં સ્નેપડીલે એક અઠવાડિયા પહેલાં ઘોષણા કરી હતી કે તે એક ખાસ ફ્લેશ સેલ મોડલ દ્વારા મેગીનું વેચાણ કરશે. મેગીનું પાંચ મહિના બાદ બજારમાં કમબેક થયું છે.

નોંધનીય છે કે નેસ્લેની લોકપ્રિય 2 મિનિટ ઇન્સ્ટંન્ટ નૂડલ્સ બ્રાન્ડ મેગીમાં સીસાની માત્રા નક્કી કરેલી લિમિટ કરતાં વધારે મળી આવતાં તેની પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. મેગીની વેલકમ કીટ (12 પેકેટ મેગી, 2016નું મેગી કેલેન્ડર, મેગી ફ્રિંઝ મેગ્નેટ, મેગી પોસ્ટકાર્ડ અને વેલકમ બેક લેટર)નું રજીસ્ટ્રેશન 9 નવેમ્બરથી શરૂ થયું હતું. પરંતુ સ્નેપડીલે ગુરુવારે તેનું વેચાણ શરૂ કર્યું હતું.

સ્નેપડીલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ ટોની નવીને જણાવ્યું કે, સ્નેપડીલે મેગી વેલકમ કીટ પહેલાં જ 60 હજારની બેચનું વેચાણ માત્ર પાંચ મિનિટમાં પુરુ કર્યું હતું. ભારતની સૌથી જાણીતી બ્રાન્ડમાંની એક મેગીનું ઘણાં લાંબા સમયથી આતુરતાથી રાહ જોવાઇ રહી હતી. જેથી હવે સમગ્ર દેશમાં મેગી લવર્સમાં ખુબ જ ઉત્સાહજનક પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

You might also like