સ્નેપડીલ અાગામી થોડા દિવસોમાં ૬૦૦ કર્મચારીઅોની છટણી કરશે

નવી દિલ્હી: ઇકોમર્સ વેબસાઈટ સ્નેપડીલે પોતાના વિવિધ ક્ષેત્રોમાંથી ૬૦૦ જેટલા કર્મચારીઅોની છટણી કરશે. કંપનીઅે થોડા સમય પહેલાં પોતાના કર્મચારીઅોની સંખ્યા ૮,૦૦૦ જણાવી હતી. સ્નેપડીલ હાલમાં પોતાની હરીફ કંપનીઅો એમેઝોન અને ફ્લીપકાર્ડ સાથે સખત હરિફાઈના સમયમાંથી પસાર થઈ રહી છે. તે બજારમાં નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ ખૂબ જ મહેનત કરે છે.

સ્નેપડીલના એક પ્રવક્તાઅે જણાવ્યું કે બે વર્ષમાં ભારતની પહેલી નફો કમાનારી ઇકોમર્સ કંપની બનવાની દિશામાં અમારી યાત્રામાં જરૂરી છે કે અમારા વેપારના તમામ ભાગમાં ક્ષમતા અને કુશળતા વધારવામાં અાવે જેથી અમે અમારા ગ્રાહકોને સારી સુવિધા અાપી શકીઅે. અમે ઉચ્ચ ગુણવત્તાવાળી વ્યવસાયી વૃદ્ધિ અને લક્ષ્ય તરફ અાગળ વધાતા અમારા સંશાધન અને ટીમને નવી રીતે તૈયાર કરી છે.

બીજી તરફ સ્નેપડીલના સહસંસ્થાપકો કુણાલ બહલ અને રોહિત બંસલે એવી જાહેરાત કરી છે કે સ્નેપડીલને નફામાં લાવવા માટે તેઓ હવે પગાર નહીં લે. દેશના કોઈ હાઈ પ્રોફાઈલ ઈન્ટરનેટ સ્ટાર્ટઅપના પ્રમોટરે પ્રથમ વાર આવું કર્યું છે. એવું માનવું છે કે બંને સહસંસ્થાપકોએ કંપનીની કેસ બચાવવા આવો નિર્ણય કર્યો છે.

સ્નેપડીલના આ બંને સહસંસ્થાપકો સાત વર્ષ જૂની પોતાની આ કંપનીને પ્રોફિટમાં લાવવા માગે છે. કંપનીના કર્મચારીઓએ તેમને બુધવારે મોકલેલા ઈ-મેઈલમાં જણાવ્યું છે કે તેઓ હવે એક રૂપિયાનો પણ પગાર લેશે નહીં. ઈ-મેઈલમાં કુણાલ બહલ અને રોહિત બંસલે એવું પણ લખ્યું છે કે બીજા ઘણા કર્મચારીઓ પોતાનો પગાર ઘટાડવા તૈયાર છે. ૩૧ માર્ચ, ૨૦૧૫ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષના કંપનીના ફોર્મ-૧૬ અનુસાર બંને ફાઉન્ડર્સને રૂ. ૫૨.૯૪ કરોડનું સેલરી પેકેજ મળ્યું હતું, જેમાં રૂ. ૧.૫ કરોડની સેલરી અને ૫૧.૪૩ કરોડ રૂપિયાના સ્ટોક ઓપ્શનનો સમાવેશ થાય છે.

એ જ રીતે ૩૧ માર્ચ, ૨૦૧૪ના રોજ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં બંને ફાઉન્ડર્સને પ્રત્યેકને રૂ. એક કરોડની સેલરી મળી હતી. સ્નેપડીલમાં જાપાનની સોફ્ટ બેન્ક, તાઈવાનની ફોક્સ કોન અને ચીનના અલિબાબા ગ્રૂપના પણ નાણાં લાગેલા છે. બુધવારે ફાઉન્ડર્સ દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં જણાવાયું છે કે અમારું માનવું છે કે કંપનીના તમામ સંસાધનોનો ઉપયોગ કંપનીને નફામાં લાવવા માટે કરવો જોઈએ.

http://sambhaavnews.com/

You might also like