દીપ્તિ અપહરણ કેસમાં માસ્ટર માઈન્ડ દેવેન્દ્રનાે એકતરફી પ્રેમ હોવાનો શક

ગાઝિયાબાદ: સ્નેપડીલની સોફ્ટવેર એન્જિનિયર દીપ્તિ શરનનાં અપહરણ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. ગાઝિયાબાદ પોલીસ આજે બપોરે આ અંગે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. અત્રે ઉલ્લેખનીય છે કે દીપ્તિ સરનનું ૧૦ ફેબ્રુઆરીના રોજ વૈશાલી મેટ્રો સ્ટેશન બહાર અપહરણ કરવામાં આવ્યું હતું અને બે દિવસ બાદ તે પાણિપતમાંથી મળી આવી હતી.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે પોલીસ આ ઘટનાને એક તરફી પ્રેમનો કિસ્સો હોવાનું માને છે. ધરપકડ કરાયેલ પાંચમાં એક કુટુંબીજન પણ હોવાનું જણાવાય છે. આ તમામ આરોપી હરિયાણામાંથી ઝડપી લેવામાં આવ્યા છે. તેનો માસ્ટર માઈન્ડ દેવેન્દ્ર છે, જે કુરુક્ષેત્ર જેલમાંથી ભાગી છૂટ્યો હતો. તેના પર ૧૫,૦૦૦નું ઈનામ પણ છે.  પોલીસ પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે દેવેન્દ્ર મનોરોગી છે. તેણે દીપ્તિને પહેલાં ક્યાંક જોઈ હતી અને તેને અેવું લાગ્યું હતું કે દીપ્તિ તેના માટે જ બનેલી છે. એટલા માટે તેનું અપહરણ કર્યા બાદ દેવેન્દ્રએ કોઈને પણ દીપ્તિને હાથ અડાડવા દીધો ન હતો. માનસિક રોગી દેવેન્દ્ર પોતાની કલ્પનાઓમાં જ જીવતો હતો. દીપ્તિને આ વાતની ખબર નહોતી. જ્યારે પોલીસનું દબાણ વધ્યું ત્યારે તેણે દીપ્તિને છોડી દીધી હતી.

You might also like