બે દિવસથી ગુમ થયેલી સ્નેપડીલની IT એન્જિનિયર ઘરે પરત ફરી

નવી દિલ્હી : ઇ-કોમર્સ વેબસાઇટ સ્નેપડીલની મહિલા આઇટી એન્જિનિયર દીપ્તિ સરના ઘરે પરત ફરી છે. શુક્રવારે સવારે હરિયાણાનાં પાણીપતમાંથી તે સલામત રીતે મળી આવી હતી. દીપ્તિએ તેનાં માતા પિતા સાથે ફોન પર વાતચીત કરી કહતી. આ માહિતી ગાઝિયાબાદનાં એસપીનાં હવાલાથી યુપીનાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વીટ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દિપ્તીનો અપહરણનો કિસ્સો બન્યા બાદ બે રાજ્યોની પોલીસ દોડતી થઇ હતી હતી. દિપ્તીને શોધવા માટે 250 પોલીસ કર્મચારીઓને કામે લગાડાયા હતા. જો કે શુક્રવારે દિપ્તીએ પરિવારને ફોન કરીને પોતે સલામત હોવાનું જણાવ્યું હતું.
ગાઝીયાબાદનાં એસપી દ્વારા અપાયેલી માહિતી અનુસાર દિપ્તી સકુશળ છે અને તે ગાઝિયાબાદ પરત ફરી રહી છે. ગાઝિયાબાદ એસપી ધર્મેન્દ્ર સિંહે જણાવ્યું કે દિપ્તીને શોધવા માટે પોલીસે સમગ્ર વિસ્તારને શોધી કાઢ્યો હતો. તે સ્વસ્થય છે. સકુશળ ઘરે પરત ફરી છે. તેની સાથે કોઇ પણ પ્રકારની શારીરિક બળજબરી કરવામાં આવી નથી. પ્રાથમિક પુછપરછમાં દિપ્તીએ જણાવ્યું કે ચાર વ્યક્તિઓ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે દીપ્તી ગુડગાંવ ઓફીસથી બુધવારે સાંજે 8 વાગ્યે ગાઝિયાબાદથી કવિનગર ખાતેનાં તેના ઘરે જઇ રહી હતી. દીપ્તીનાં પિતા નરેન્દ્ર સરના જણાવ્યા અનુસાર તેમની પુત્રી સાથે વાત ચાલી રહી હતી તે સમયે દિપ્તી હિંડન પુલ પર હતી. દીપ્તિનાં પિતા ફાર્માસિસ્ટ છે. દીપ્તિ ઘરે પહોંચે તે દરમિયાન રસ્તામાં રોજિંદી રીતે પિતા સાથે વાત કરી કહતી. ત્યારે જ અચાનક દિપ્તીએ કહ્યું કે રિક્ષાચાલક તેને ખોટા રસ્તે લઇ જઇ રહ્યો હતો. પપ્પા મને બચાવો.
જો કે ત્યાર બાદ તુરંત જ તેનો મોબાઇલ બંધ થઇ ગયો હતો. ફરીથી ફોન લગાવતા તેનો મોબાઇલ બંધ થઇ ગયો હતો. દિપ્તીનાં પરિવારજનોએ ઓટોરિક્ષા ગેંગ દ્વારા તેનું અપહરણ કરાયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.જો કે પોલીસની તુરંત કાર્યવાહી બાદ અપહરણકારો ગભરાઇ ગયા હોવાનું પોલીસનું માનવું છે.

You might also like