દેશમાં દાણચોરી થકી એક લાખ કરોડ રૂપિયાનું સોનું આવી ચૂક્યું છે

મુંબઈ: દેશમાં સોનાની વપરાશમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકારે ૧૦ ટકા જેટલી ઊંચી આયાત ડ્યૂટી નાખી છે. નાણાં વિભાગનાં અનુમાન મુજબ આ ઊંચી આયાત ડ્યૂટીના કારણે સોનાની દાણચોરીમાં વધારો થયો છે. નાણાં વિભાગનો અંદાજ છે કે ઊંચી આયાત ડ્યૂટીના કારણે દેશમાં દાણચોરીના માર્ગે એક લાખ કરોડ રૂપિયાનું સોનું ઘૂસી ચૂક્યું છે.

નાણાં વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં ઊંચી આયાત ડ્યૂટીના કારણે સરકારને આવક થઈ છે. દેશમાં કાયદેસર રીતે એક અંદાજ મુજબ અઢી લાખ કરોડ રૂપિયાનું સોનું આવ્યું છે. પરંતુ તેની સાથે સાથે દાણચોરી પણ વધી છે અને રૂ. એક લાખ કરોડનું સોનું દાણચોરીથી દેશમાં આવી ચૂક્યું છે.

દેશમાં કસ્ટમ અધિકારીઓ સોના અને સિગારેટની દાણચોરી રોકવા વધુ સતર્ક થઈ ગયા છે. સરકારે સોનાની આયાત પર અંકુશ આવે તે માટે જ કસ્ટમ ડ્યૂટીને ૧૦ ટકા જેટલી ઊંચી રાખી છે.

You might also like