સ્મૃતિ ઈરાની અમદાવાદથીઃ રાહુલ ગાંધીએ પોતાના પ્રચાર માટે પણ લોકોની મદદ લેવી પડે છે

આજે સ્મૃતિ ઈરાની અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમણે જોધપુર વિસ્તારની મુલાકાત લીધી હતી અને વિસ્તારની મહિલાઓ સાથે જનસંપર્ક કર્યો હતો. વિસ્તારની મહિલાઓએ સ્મૃતિ ઈરાનીનું ભાવભેર સ્વાગત કર્યું હતું. બાદમાં ભાજપના મીડિયા સેન્ટરમાંથી સ્મૃતિ ઈરાનીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, ‘અમેઠીમાં રાહુલે અને કોંગ્રેસ 50 વર્ષથી કોઈ કામ કર્યું નથી. અમેઠીમાં કોઈ વિકાસ થયો નથી. અમેઠીમાં કલેક્ટર કચેરી પણ ભાજપના સીએમ યોગી આદિત્યનાથે બનાવડાવી. જો કે હાલમાં રાહુલ ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતમાં તેમનું સ્વાગત છે. ગુજરાતમાં જે વિકાસ થયો છે, તેને જોઈને રાહુલ ગાંધી પણ પ્રભાવિત થાય તો સારું.’

જો કે આગામી ચૂંટણીમાં તેમના લડવા મામલે તેમણે કહ્યું હતું કે, ભાજપમાં ટિકીટ આપવાનો નિર્ણય પાર્લામેન્ટ્રી બોર્ડ કરશે. તેમણે પોતાના ભાષણમાં અન્ય કયા મુદ્દાઓ વિશે નિવેદન આપ્યું હતું તે જાણો…

ઉજ્જવલા યોજનાથી મહિલાઓને ફાયદો થયો
1 કરોડ મહિલાને આરોગ્યના લાભ મળ્યા
પોલીસમાં, CRPFમાં મહિલાઓની હવે ભરતી થઈ છે
અમેઠીમાં કોંગ્રેસે છેલ્લા 50 વર્ષમાં વિકાસ કર્યો નથી
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયામાં પોતાના પ્રચાર માટે પણ લોકોની મદદ લેવી પડે છે
આગામી ચૂંટણીમાં મહિલાઓને મહત્વ આપવામાં આવશે
11 હજાર કરોડ રૂપિયા ડિપોઝિટ થયા છે
3 કરોડ ગરીબ મહિલાઓને ગેસ સિલિન્ડરથી ફાયદો થયો
મહિલાઓને ન્યાની અપેક્ષા હોય તો તેમને ભાજપ આપશે

You might also like