કોઇ પણ સુરક્ષા વગર લાઇનમાં ઉભા રહીને કોફીનો ઓર્ડર આપતી સ્મૃતિની તસ્વીર વાઇરલ

નવી દિલ્હી : મોટા ભાગના મંત્રી ખાસ કરીને જે અન્યોની તુલનામાં ઘણા પ્રખ્યાત હોય છે તેઓ સુરક્ષા વગર બહાર નિકળવાનું પસંદ નથી કરતા હોતા. જો કે કેન્દ્રીય મંત્રીસ્મૃતી ઇરાની આ ચલણને તોડીને શનિવારે રાજધાનીનાં કનોટ પ્લેસ ખાતે સ્ટાર બક્સ હાઉસમાં ગયા અને કોઇ સિક્યોરિટી કે કોઇ હોબાળા વગર જ  લાઇનમાં ઉભા રહીને પોતાનો વારો આવ્યો ત્યારે ઓર્ડર પ્લેસ કર્યો. વસ્તુ આવી તે લઇને ચાલતી પકડી. કોઇ વિચારી પણ ન શકે કે આ આપણાં દેશનાં કેન્દ્રીય મંત્રી છે.

સોશ્યલ મીડિયા પર સ્મૃતીની એક તસ્વીર વાઇરલ થઇ છે જે તેની સાદગી દેખાડે છે. દિલ્હીમાં રહેતા લેખક નિમિષ દુબેએ સ્મૃતીની આ તસ્વીર ફેસબુક પર શેર કરતા આનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે ભારતમાં આ પ્રકારનાં મંત્રીઓ મળવા ખુબ જ મુશ્કેલ છે. ભારતમાં મોટે ભાગે મંત્રીઓ આવે તે પહેલા ભારે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. એક મંત્રી માટે સેંકડો સુરક્ષા જવાનોનો ખડકલો કરવામાં આવતો હોય છે. જો કે આમાનું કાંઇ જ કર્યા વગર આ મંત્રી રોજ અહીં આવે છે શાંતિથી ઓર્ડર આપે છે અને ઓર્ડરની વસ્તુ લઇને પરત ફરી જાય છે.

નિમિષે પોતાની ફેસબુક વોલ પર લખ્યું કે, તમે ગમે તે રીતે મજાક ઉડાવી શકો છો પરંતુ પરંતુ આપણે તેમને ઘણી વખત અહીં જોઇએ છે. તે અવાર નવાર અહીં આવે છે લાઇનમાં ઉભા રહીને વિનમ્રતાથી પોતાનો ઓર્ડર પ્લેસ કરે છે. તે પોતે જ પોતાનાં ઓર્ડરની વસ્તુ લઇને જાય છે. ન તો કોઇ તેની સાથે અંદર આવે છે ન તો કોઇ તેની રાહ જોઇને બહાર ઉભું હોય છે. ના કોઇ ઘેરબંધી ના કોઇ સુરક્ષા. આવા મંત્રી ઘણા હોય છે પરંતુ લેડીઝ એન્ડ જેન્ટલમેન આ સ્મૃતી ઇરાની છે.

You might also like