અલવિદા HRD, તક આપવા બદલ આભાર: સ્મૃતિ ઇરાની

નવી દિલ્હી: મંગળવારે માનવ સંસાધન વિકાસ મંત્રાલય છિનવાઇ ગયા પછી પહેલી વખત સ્મૃતિ ઇરાનીએ આની પર પ્રતિક્રિયા આપી છે.ટ્વિટર પર ટ્રોલ થઇ રહેલી સ્મૃતિ ઇરાનીએ પહેલા ટ્વિટમાં પ્રકાશ જાવડેકરને HRD મંત્રી બન્યા પર શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે બે વર્ષમાં પોતાને કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા ફેરફારો પર પોતાની પીઠ થપથપાઇ હતી.


સ્મૃતિએ સ્પષ્ટ કહ્યું કે તેને દેશની સેલા કરવાનો ચાન્સ આપ્યો તે માટે પીએમ મોદીની શુભેચ્છા પાઠવે છે. સાથે હવે તે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાં વધારે સારું કામ કરવાનો પ્રયત્ન કરશે કારણ કે અહીં મંત્રાલય દેશ માટે ઘણી મહત્વની છે.

You might also like