તો સ્મૃતિ બની ગઇ હોત કેબિન ક્રૂ..

નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કારર્કિદીની શરૂઆતમાં કેબિન ક્રૂના પદ માટે જેટ એરવેઝમાં અરજી કરી હતી. પરંતુ તે સુંદર નથી અને તેની પર્સનાલિટી નથી તેમ કહીને તેની અરજી નકારી દેવામાં આવી હતી.

ટેલિવિઝન અભિનેત્રીમાંથી નેતા બનેલી સ્મૃતિ ઇરાનીએ મજાકિયા અંદાજમાં અરજી નકારવા અંગે જેટ એરવેઝનો આભાર માન્ય હતો. સાથે જ સ્મૃતિએ કહ્યું કે જેટ એરવેઝમાં નોકરી ન મળતાં મેં મેકડોનાલ્ડમાં નોકરી સ્વિકારી હતી. ત્યાર બાદ જે પણ થયું તેનાથી લગભગ દરેક લોકો માહિતગાર છે.

ગઇકાલે સ્મૃતિએ એક સમારંભમાં જણાવ્યું હતું કે મને ખબર નથી કે કેટલાક લોકો એ વાતથી માહિતગાર છે કે સૌથી પહેલાં મેં કઇ નોકરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મેં સૌથી પહેલાં જેટ એરવેઝમાં કેબિન ક્રૂની નોકરી માટે અરજી કરતી હતી. પરંતુ મને ત્યાં એવું કહેવામાં આવ્યું હતું કે તમારી પર્સનાલિટી સારી નથી. સાથે જ મારી અરજી પણ નકારવામાં આવી હતી. મારી તે અરજી નકારવા માટે હું જેટ એરવેઝની આભારી છું. એર પેસેન્જર એસોશિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવેલા એક સમારોહમાં સ્મૃતિએ જેટ એરવેઝના એક અધિકારીને પુરસ્કાર આપ્યા બાદ આ વાત કહી હતી.

You might also like