… અને જ્યારે સ્મૃતિ ઇરાનીએ કહ્યું માં દુર્ગા સેક્સ વર્કર નથી જુઓ Vedio

નવી દિલ્હી: ભાજપની નેતા સ્મૃતિ ઇરાનીએ રાજ્યસભામાં ભાવુક અંદાજમાં જ્યારે એમ કહ્યું કે મારો ભગવાન મને માફ કરે જે આજે મારે આ બધુ વાંચવું પડે છે કારણ કે આપણા દેશની યુવા પેઢી કેટલાક લોકોના ચડાવામાં આવીને તે કામ કરી રહી છે જે સંપૂર્ણ પણે ધૃણિત છે.

સ્મૃતિ ઇરાનીએ જેએનયૂમાં ઉજવવામાં આવી રહેલા ‘મહિષાસુર દિવસ’ કાર્યક્રમ દિવસ વિશે વાત કરતાં એક પત્ર વાંચ્યો, તેમાં જણાવાયું હતું કે જેએનયૂમાં મહિષાસુરને શું કહેવામાં આવે છે. ભાજપ નેત્રીએ કહ્યું કે ત્યાંના પત્રની આ કોપી મારા હાથમાં ચે જેને વાંચવા માટે હું ઇશ્વર પાસે માફી માંગુ છું.

જ્યારે સ્મૃતિ ઇરાનીએ કહ્યું માં દુર્ગા સેક્સ વર્કર નથી ત્યાંના લોકોને કહેવામાં આવે છે કે મહિષાસુર એક સ્વાભિમાની રાજા હતો જેનો વધ કરવા માટે દેવતાઓએ દુર્ગા જેવી સુંદર સ્ત્રી જે વૈશ્યા હતી, તેનો સહારો લીધો અને તે દુર્ગા નામની સુંદર મહિલાએ મહિષાસુરની સાથે 9 હનીમૂન મનાવ્યા એટલે કે 9 રાત તેની સાથે વિતાવ્યા બાદ તેને મારી નાખો.

તમે પણ જુઓ આ વીડિયોમાં સ્મૃતિ ઇરાનીનું રાજ્યસભામાં નિવેદન..

You might also like