સ્મૃતિ ઇરાનીને યુવકે કહ્યું ‘તમારી સરકાર પણ અખિલેશ જેવી’

લખનૌઃ અમેઠીથી લખનૌ અાવેલાં કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીને એક અજીબો ગરીબ ઘટનાનો સામનો કરવો પડ્યો. તેના કાફલામાં ફસાયેલા યુવકે તેનો પીછો કર્યો. ઇરાની વીવીઅાઈપી ગેસ્ટ હાઉસ પહોંચ્યાં તો યુવક પણ તેમના સુધી પહોંચી ગયો. ત્યાં જ તેમની સામે જોરજોરથી બૂમો પાડવા લાગ્યો. સ્મૃતિઅે તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો અને સમસ્યા શું છે તે પૂછ્યું. યુવકે કહ્યું કે તમારા કાફલામાં તહેનાત સુરક્ષા કર્મીઅોઅે મને એવી રીતે હટાવ્યો કે મારો જીવ જતાં જતાં બચ્યો. અા જ વીઅાઈપી કલ્ચર અખિલેશ સરકારમાં હતું. તે તમારી પાસે પણ છે.

સ્મૃતિ ઇરાની અમેઠીથી બે દિવસના પ્રવાસ બાદ રવિવારે લખનૌ પહોંચ્યાં. અમેઠી અેરપોર્ટથી તેઅો સીધાં વીવીઅાઈપી ગેસ્ટ હાઉસ પહોંચ્યાં. ત્યાં પ્રેસ કોન્ફરન્સ થવાની હતી. મીડિયા કર્મીઅો ત્યાં પહેલેથી જ હાજર હતા. ઇરાની ગાડીમાંથી ઊતર્યાં અને એક યુવક અાવીને હંગામો કરવા લાગ્યો. ઇરાનીઅે તેને પૂછ્યું તે ક્યાંથી અાવ્યો છે અને કોણ છે. તેના જવાબમાં યુવકે કહ્યું કે મારો મીડિયા સાથે કોઈ સંબંધ નથી. હું એક સામાન્ય નાગરિક છું.

સ્મૃતિઅે અા યુવકને શાંત કર્યો અને કહ્યું કે તમે તમારું નામ જણાવો અને તમારી સમસ્યા શું છે. બીપી ન વધારો અાખી વાત કહો. યુવકે જણાવ્યું કે તેનું નામ પ્રદીપસિંહ છે. તે કેન્ટમાં પોતાના ભાઈ સાથે ગાડીમાં અાવી રહ્યો હતો ત્યારે જ તેનો કાફલો પસાર થયો. સુરક્ષા કર્મીઅોઅે તેને હાથ બતાવીને દૂર હટી જવા કહ્યું. ત્યાર બાદ તેઅો ગાડી હટાવવા માટે જોરજોરથી બૂમો પાડવા લાગ્યા. રસ્તા પર એવી કોઈ જગ્યા ન હતી જ્યાં હું ખસી શકું.

મારી ગાડીનું બેલેન્સ બગડ્યું અને મારો જીવ જતાં જતાં બચ્યો. મારું બીપી વધી ગયું. યુવકે કહ્યું કે મેં નક્કી કર્યું કે કાફલામાં જે પણ વીઅાઈપી હોય તેને મારી વાત જરૂર કરીશ. મારો વિરોધ અા વીઅાઈપી કલ્ચરથી છે. જો કે હું તમારો જ સપોર્ટર છું અને તમને વોટ પણ અાપ્યો છે. મને તમારી પ્રત્યે કોઈ ફરિયાદ નથી પરંતુ હું એટલું કહેવા ઇચ્છું છું કે જે વીઅાઈપી કલ્ચર અખિલેશ સરકારમાં હતું તે તમારા ત્યાં પણ છે. ત્યારે પણ સામાન્ય નાગરિક પરેશાન થતો હતો અને અાજે પણ થઈ રહ્યો છે.

સ્મૃતિ ઇરાનીઅે ત્યાં તહેનાત પોલીસ કર્મીઅોને બોલાવ્યા. તેમને કહ્યું કે અા વ્યક્તિને કેન્ટના પોલીસ સ્ટેશન લઈ જાવ અને તેની સમસ્યા સાંભળ્યો. ઇન્સ્પેક્ટર કેન્ટ દીપક યાદવનું કહેવું છે કે પ્રદીપે કોઈ ફરિયાદ દાખલ કરાવી નથી. તેણે જાતે જ કહ્યું કે હવે કોઈ ફરિયાદ નથી હું મારી વાત કહેવા ગયો હતો અને કહી દીધી.

http://sambhaavnews.com/

You might also like