સ્મૃતિ ઇરાનીની સંસદીય કેબિનેટ સમિતિમાંથી વિદાય

નવી દિલ્હી : કેન્દ્રિય કેબિનેટના વિસ્તરણ અને પુનર્ગઠન દરમિયાન સ્મૃતિ ઇરાની પાસેથી માનવ સંસાધન વિકાસ (એચઆરડી) મંત્રાલય લઇને કાપડ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળના વિસ્તરણ બાદ બધા છ કેબિનેટ સમિતિનું પુનર્ગઠન કર્યું હતું.

સ્મૃતિ ઇરાનીને સંસદીય બાબતો અંગેની કેબિનેટ સમિતિમાંથી વિશેષ આમંત્રિત તરીકેથી દૂર કરવામાં આવ્યા છે. જ્યારે નવા એચઆરડી પ્રધાન પ્રકાશ જાવડેકરને પ્રમોશન આપીને સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. આ અગાઉ પ્રકાશ જાવડેકર સમિતિના વિશેષ આમંત્રિત હતા. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ સંસદ સત્ર દરમિયાન મહત્વના નિર્ણયો લે છે.

ભાજપના સહયોગી દળના રામવિલાસ પાસવાન એકલા નેતા છે જેનો આ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્તાર અબ્બાસ નકવી તેમજ સંસદીય કાર્યના રાજ્ય મંત્રી એસ એસ અહલૂવાલિયાન અને કાયદા મંત્રાલયમાં સામેલ કરાયેલા નવા રાજ્ય પ્રધાન પી. પી. ચૌધરીને પણ વિશેષ આમંત્રિત બનાવાયા છે. આ સમિતિ 3 વિશેષ આમંત્રિત સહિત 11 સભ્યોની બનેલી છે.

You might also like