સ્મૃતિ ઇરાની કાફલાની ગાડીનો અકસ્માત, 1નું મોત

નવી દિલ્હી: કેન્દ્રીય માનવ સંસાધન તથા વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીના કાફલાની એક કારને શનિવારે મોડી રાત્રે યમુના એક્સપ્રેસ-વે પર અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં બાઇક સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે બે લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતમાં સ્મૃતિ ઇરાનીને કોઇ ઇજા પહોંચી નથી. તે વૃંદાવનથી ભારતીય જનતા યુવા મોરચાના સંમેલનમાં ભાગ લઇ દિલ્હી પરત ફરી રહ્યાં હતા.

મોડી રાત્રે સ્મૃતિ ઇરાની ટ્વિટ કરીને પોતે સુરક્ષિત હોવાની જાણકારી આપી હતી. સ્મૃતિ ઇરાની કહ્યું હતું કે તેમની ગાડી પણ અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થઇ છે. આ સાથે-સાથે પોલીસની ગાડી પણ ક્ષતિગ્રસ્ત થઇ છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે ઇજાગ્રસ્તોની મદદ કરવાનો પ્રયત્ન કર્યો જેથી તેમને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય.

એસપી અરૂણ કુમાર સિંહે જણાવ્યું હતું કે મંત્રીના કાફલાની ગાડીએ એક અન્ય ગાડીને પાછળથી ટક્કર મારી છે. એક મહિલા દ્વારા ગાડી ચલાવવામાં આવી રહી હતી ત્યારે એક બાઇક સવારને ટક્કર મારી હતી. ત્યારબાદ એક અન્ય ગાડી પણ આગળની ગાડી સાથે ટકારાઇ હતી અને આ દરમિયાન સ્મૃતિ ઇરાનીના કાફલાની ગાડી પણ બીજી ગાડી સાથે ટકરાઇ ગઇ. સ્મૃતિ ઇરાની પણ સકુશળ દિલ્હી પહોંચી ગઇ છે.

You might also like