સ્મૃતિ ઈરાનીએ પોરબંદરમાં રાહુલ અને કોંગ્રેસ પર કર્યાં પ્રહાર

ભાજપે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પોરબંદરમાં જંગી જાહેરસભાને સંબોધન કર્યુ હતું. જયાં સભાને સંબોધતા રાહુલ ગાંધી અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. રાહુલ પર પ્રહાર કરતા કહ્યું કે, રાહુલ અમેઠીમાં ગુજરાતના વિકાસની વાતો કરી રહ્યા છે. ભાજપ સરકાર હંમેશા વિકાસ સાથે જોડાયેલી છે.

પોરબંદરમાં ભાજપ પણ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહ્યું છે. કેન્દ્રીયમંત્રી અને જાણીતા ટીવી એકટર સ્મૃતિ ઇરાનીએ પોરબંદરના છાયા વિસ્તારમાં સભાને સંબોધી હતી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં છાયા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભુતિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

પોરબંદરમાં ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયાના સમર્થનમાં થોડા દિવસો પૂર્વે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બુધવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પ્રચાર અર્થે પોરબંદરમાં આવ્યા હતા. તેઓએ છાયાના દેવજી ચોક ખાતે સભાને સંબોધી હતી. છેલ્લા રર વર્ષોમાં ભાજપે ગુજરાતમાં જે વિકાસ કર્યો છે, તે દેશ માટે મોડલરૂપ બન્યો છે. આ ઉપરાંત તેઓએ કોંગ્રેસને પણ આડેહાથ લઈ અને પ્રહારો કર્યાં હતા.

You might also like