સ્મૃતિ ઇરાની અને અશોક ચૌધરીના ‘ડિયર વોર’ બાદ ટ્વિટર પર ઊડી મજાક

નવી દિલ્હી : કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાની અને શિક્ષણ પ્રધાન અશોક ચૌધરીની વચ્ચે ‘ડિયર વોર’ બાદ ટ્વિટર પર અા મુદ્દે મજાક ઊડી રહી છે. લોકોઅે કેન્દ્ર સરકાર, સ્મૃતિ ઇરાની અને ડિયર શબ્દની ખૂબ જ વાતો કરી. ૨૦ ડિસેમ્બર ૨૦૧૩ના અેક જૂના ટ્વિટનો પણ તેમાં ઉલ્લેખ કરાયો. મોદીજીઅે અા ટ્વિટમાં દીપિકા પાદુકોણને ડિયર કહીને સંબોધી હતી. તે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા.

ટ્વિટર પર સ્મૃતિ ઇરાનીને નિશાન બનાવાયા. એક ટ્વિટમાં તેમના વિશે લખાયું છે કે મેડમ ૧૨મા ધોરણ કરતા વધુ ભણ્યાં હોત તો તેમને જાણ હોત કે અોફિશિયલ અને પ્રોફેશનલ લેટર કેવી રીતે લખાય છે. અન્ય એક ટ્વિટમાં એવું કહેવાયું કે સ્મૃતિજી શું તમે ક્યારે કોઈ ફોર્મલ લેટર કે ઇ મેઇલ લખ્યો નથી.

સ્મૃતિને લઈને કરાયેલાં અન્ય ટ્વિટ
પહલાજ નિહલાણીથી પ્રેરિત થઈને સ્મૃતિઅે ડિયર શબ્દ કટ કરવાની પરવાનગી માગી છે.  નિહલાણીના સેન્સર બોર્ડે ડિયર શબ્દ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. કેમ કે સ્મૃતિ વિચારે છે કે તે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. જે ડિયર શબ્દ કહેવા પર ભડકે છે તેને ટીવી અને થિયેટરમાં કામ કર્યું છે?

બહુરાની ‘અાંટી’ કહેવા પર પણ ગુસ્સે થાય છે અને ડિયર કહેવા પર પણ તો શું અમે તેમને અમ્મા કે દાદી કહીઅે. સ્મૃતિજી બિલ લાવવાનાં છે જેમાં કોઈ પણ લેટરમાં ડિયર લખતાં પહેલાં પરવાનગી લેવી પડશે. સ્મૃતિને કેમ ચિડાવી રહ્યા છો. અશોકજી તેઅો યુપીમાં સીએમ બનવાનાં સપનાં જુએે છે

સ્મૃતિઅે લખ્યું ‘ગ્રામર ઠીક કરો બેટા’
એક વ્યક્તિઅે જ્યારે ખોટા ગ્રામર સાથે ટ્વિટ કર્યું તો સ્મૃતિઅે તેને જવાબ અાપ્યો કે બેટા તમારું ગ્રામર પહેલાં યોગ્ય કરો.

You might also like