ધૂમ્રપાન-દારૂનું સેવન કરનાર શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિમાં વોટિંગ કરી નહિ શકે

નવી દિલ્હી: તાજેતરમાં સંસદમાં પસાર કરવામાં આવેલા વિધેયક મુજબ હવે શીખના ધાર્મિક એકમ (ગુરુદ્વારા પ્રબંધક સમિતિ)ની ચૂંટણીમાં દાઢી અને વાળ કાપેલા તેમજ ધૂમ્રપાન અથવા દારૂનું સેવન કરનારા શીખ લોકો મતદાન કરી નહિ શકે.

શીખ ગુરુદ્વારા (સંશોધન) અધિનિયમ 2016 હેઠળ ચંડીગઢ, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશના ગુરુદ્વારાના 91 વર્ષ જૂના કાયદાની જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ સંસદમાં પસાર કરવામાં આવેલા વિધેયકને મંજૂરી આપી છે. શીખ ગુરુદ્વારા અધિનિયમ 1925 હેઠળ મતદાર તરીકે 21 વર્ષથી વધુ વયના શીખ તેમના પંથની ઉચ્ચ શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિની ચૂંટણીમાં મતદાન કરવાને પાત્ર ગણાય છે, જેમાં એસ.જી.પી.સી.ની રચના સમુદાયના ધાર્મિક સ્થળોના વહીવટ અને વ્યવસ્થા માટે કરવામાં આવે છે.

You might also like