સ્મોકિંગને કારણે થતા મૃત્યુમાં ભારત ટોપ ચાર દેશોમાં

વિશ્વમાં દર દસ મૃત્યુમાંથી એક મૃત્યુ સ્મોકિંગના કારણે થાય છે. મતલબ કે વર્ષે લગભગ ૬૪ લાખ મૃત્યુ સિગારેટ સ્મોકિંગના કારણે થાય છે. આ તમામ મૃત્યુમાં પ૦ ટકા જેટલો ફાળો માત્ર ચાર દેશોનો છે. આ ચાર દેશો છે ચીન, ઇન્ડિયા, અમેરિકા અને રશિયા, ગ્લોબલ બનર્ડન ઓફ ડિસીઝના અભ્યાસમાં નોંધાયું છે કે ર૦૧પમાં વિશ્વના ટુ-થર્ડ સ્મોકર્સ ટોપ ૧૦ દેશોમાં છે. ભારત પણ આમાંનું એક છે. ૧૯૯૦થી ર૦૧પની સાલ દરમિયાન ૧૯પ દેશોના લોકોની સ્મોકિંગ હેબિટ તપાસીને આ આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે. સરકારી આંકડા દર્શાવે છે કે ભારતમાં રોજ પપ૦૦ યંગસ્ટર્સ તમાકુનું સેવન શરૂ કરે છે અને હાલમાં ૩પ ટકા ભારતીય પુખ્તો એક કે બીજી રીતે તમાકુનું સેવન કરે છે. ભારતમાં ૧૪.૧ ટકા પુખ્તો સ્મોકિંગ કરે છે.
http://sambhaavnews.com/

You might also like