સ્મોકિંગના કારણે રક્તવાહિનીઓમાં સોજો વધી જાય છે

જે લોકો ખૂબ સિગારેટ પીએ છે તેમને હૃદયમાંથી પેટ અને પગના નીચે સુધીલોહી પહોંચાડતી મુખ્ય રક્તવાહિનીઓમાં સોજો અાવવાની શક્યતાઓ વધી જાય છે જે ક્યારેક પ્રાણઘાતક નીવડે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મિનેસોટાના રિસર્ચરોનું કહેવું છે કે સિગારેટ ફૂંકતા લોકોમાં પેટને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ સૂજીને ક્યારેક ફાટી જાય એવી શક્યતાઓ પણ રહે છે. રિસર્ચરોએ નોંધ્યું હતું કે અા પ્રકારની રક્તવાહિની સૂજીને મોટી થઈ જવાની સમસ્યા તમાકુ-સ્મોકર્સમાં સૌથી વધુ જોવા મળે છે. સ્મોકિંગની અાદત છોડવાથી અા સમસ્યાનું જોખમ ઘટી શકે છે.

You might also like