ડાયાબિટીસ હોય તો સ્મોકિંગ ક્યારેય ન કરતા

અમેરિકાની યુનિવર્સિટીમાં કાર્યરત ભારતીય મૂળના પ્રોફેસર કવિતા ગર્ગ દ્વારા કરાયેલો અભ્યાસ કહે છે કે વધુ પડતું ધુમ્રપાન કરનારા લોકોને જો ડાયાબિટીસ હોય તો તેમના ફેફસાના કેન્સર સિવાયની તકલીફથી મૃત્યુ થવાના ચાન્સ પણ બમણા થઈ જાય છે. ડાયાબિટીસ ધરાવતા ધુમ્રપાનના વ્યસનિઓના મૃત્યુનું પ્રમાણ ડાયાબિટીસ એવાના લોકો કરતાં ૬.૮ ટકાની સામે ૧૩ જેટલું વધુ હતું. ધુમ્રપાન કરતાં લોકોએ સમયાંતરે ફેફસાના કેન્સરની તપાસ કરાવતા રહેવું જોઈએ અને પોતાનો ડાયાબિટીસ પણ કન્ટ્રોલમાં રાખવો જોઈએ. ડાયાબિટીસ અને ધુમ્રપાનનું કોમ્બિનેશન મોતને અામંત્રે છે.

You might also like