દેશમાં સ્મોકિંગ ઘટ્યું, પણ મહિલા સ્મોકર્સ વધી

નવી દિલ્હી: ભારતમાં છેલ્લાં બે વર્ષમાં મહિલા સ્મોકર્સની સંખ્યા વધવા છતાં પણ સિગારેટનો વપરાશ ઝડપથી ઘટી રહ્યો છે. જોકે સૌથી વધુ મહિલા સ્મોકર્સની બાબતમાં આપણે અમેરિકા બાદ બીજા નંબરે પહોંચી ગયા છે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયે સંસદમાં આપી છે. ૨૦૧૪-૧૫માં દેશમાં ૯૩.૨ અબજ સિગારેટનો વપરાશ થયો છે જે ૨૦૧૨-૧૩ની સરખામણીમાં ૧૦ અબજ ઓછો છે. આ દરમિયાન સિગારેટના પ્રોડક્શનમાં પણ ઘટાડો જોવા મળ્યો. ૨૦૧૨-૧૩માં ૧૧૭ અબજ સિગારેટની સરખામણીમાં ૨૦૧૪-૧૫માં ૧૦૫.૩ સિગારેટ જ બનાવવામાં આવી.

એક સારા સમાચારની સાથે અન્ય એક ખરાબ સમાચાર એ પણ છે કે ભારતમાં મહિલા સ્મોકર્સની સંખ્યા વધી છે. એક વૈશ્વિક તમાકુ અભ્યાસ મુજબ ભારતમાં ૧૯૮૦ના ૫૩ લાખની સરખામણીમાં ૨૦૧૨માં મહિલા સ્મોકર્સની સંખ્યા વધીને ૧.૨૭ કરોડ સુધી પહોંચી ગઈ છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં થયેલો આ અભ્યાસ ૧૮૭ દેશો પર કરાયો હતો. તમાકુ વિરોધી ચળવળકારે ચિંતા વ્યક્ત કરી છે કે દુનિયાભરમાં પુરુષ સ્મોકર્સની સરખામણીમાં મહિલા સ્મોકર્સની સંખ્યામાં ઘટાડો થયો છે. જ્યારે ભારતમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે.

અન્ય દેશોમાં જ્યાં સિગારેટ સેવન તમામ તમાકુ ઉત્પાદનો ૯૦ ટકા હિસ્સો હોય છે. ત્યાં ભારતમાં આ માત્ર ૧૧ ટકા છે. જોકે સિગારેટ પીનારાની સંખ્યામાં થયેલો ઘટાડો સારો સંકેત માનવામાં આવી રહ્યો છે. ભારતમાં તેની અસર તમાકુ સેવનથી થનારી બીમારીઓ પર નહીં પડે. તેનું કારણ એ છે કે ભારતમાં સૌથી વધુ તમાકુનું સેવન ચાવનારા અને તમાકુ અને બીડીના રૂપમાં થાય છે. અમેરિકામાં ૧૯૮૦માં ત્રીજા ભાગની વસ્તી તમાકુનું સેવન કરતી હતી. તેનાથી થનારી બીમારીઓ અંગે સરકાર અને ગેરસરકારી સંગઠનો દ્વારા ચલાવવામાં આવતા જાગૃતિ અભિયાન બાદ હવે આ આંકડો માત્ર ૧૭ ટકા રહી ગયો છે.

You might also like