૧૯ નવેમ્બર બાદ દિલ્હી અને એનસીઆરમાં સ્મોગનું ‘કમબેક’

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં જીવલેણ પ્રદૂષણનું સ્તર સતત નીચે જઇ રહ્યુું છે, જેનાથી લોકોએ રાહતનો દમ લીધો છે, પરંતુ આ ખુશી વધુ દિવસ સુધી ટકે તેવું લાગતું નથી. આગામી અઠવાડિયાની શરૂઆત ફરી વખત સ્મોગ સાથે થઇ શકે છે. રાહત માત્ર એ વાતની છે કે પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્ટેજ સુધી નહીં જાય. દિલ્હીમાં વરસાદ ન થવો તે પ્રદૂષણનું સૌથી મોટું કારણ બન્યું છે.

સફરના પ્રોજેક્ટ ડિરેક્ટર ડો. ગુફરાન બેગના જણાવ્યા અનુસાર ૧૯ નવેમ્બર સુધી દિલ્હીની હવા અત્યંત ખરાબ કેટેગરીમાં રહેશે.  આ દરમિયાન તાપમાનમાં કમી આવશે અને હવામાં ભેજ જળવાયેલો રહેશે. ત્યાં પંજાબથી આવનારી હવા પણ શરૂ થઇ જશે, તેમાં પ્રદૂષણ નહીં હોય, પરંતુ ઉપરની હવાની ગતિ ૧૯ નવેમ્બરથી ઘણી ઓછી રહેશે. તેનું કારણ એ છે કે એક વાર ફરી સ્મોગ વધી શકે છે.

સફરના જણાવ્યા અનુસાર ગુરુવારે દિલ્હીમાં પીએમ ર.પનું સ્તર ૧૮૪ રહ્યું. જે ૧૭ નવેમ્બરે ૧૭૭, ૧૮ નવેમ્બરે ૧૮૯, ૧૯ નવેમ્બરે ર૦૯ માઇક્રોગ્રામ પ્રતિ કયુબિક મીટર હોઇ શકે છે. સ્કાયમેટના ચીફ મેટ્રોલોજિક મહેશ પલાવતના જણાવ્યા અનુસાર હરિયાણા અને પંજાબના કેટલાક ભાગમાં વરસાદનો ફાયદો મળ્યો છે. વરસાદના કારણે દિલ્હીમાં હવા સ્પષ્ટ થઇ છે. આશા છે કે હવે ઉત્તર-પશ્ચિમ હવા ચાલશે, પરંતુ પંજાબ-હરિયાણાથી આવનારી આ હવામાં પ્રદૂષણ ઓછું હશે.

એર ઇ‌ન્ડેક્સની વાત કરીએ સીપીસીબીના જણાવ્યા મુજબ ગુરુવારે દિલ્હીનો એર ઇન્ડેક્સ ૩૬૩ નોંધાયો. આનંદવિહારમાં ૪ર૧, બીપીયુમાં ૪૧૩, નોઇડામાં ૪૦ર અને વસુંધરામાં ૪ર૬ નોંધાયો. અહીં હજુ પણ પ્રદૂષણની સ્થિતિ ખતરનાક છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આગામી બેથી ત્રણ દિવસ સુધી હવાની ગતિ ઠીકઠાક રહેવાના અણસાર છે.

You might also like