દિલ્લી-NCRમાં ધુમ્મસની ચાદર, રેલવે અને વિમાની સેવા પર અસર

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે. સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું જોવા મળે છે. દિલ્લી-NCRમાં સવારે 7 ડિગ્રી પારો નોંધાયો છે. ગાઢ ધુમ્મસના કારણે જનજીવન પર પણ અસર થઇ રહી છે. દિલ્લીથી 49 ટ્રેનો મોડી પડી રહી છે અને ફ્લાઇટ પણ મોડી થઇ રહી છે.

વિજિબિલિટીમાં ઘટાડો થવાના કારણે દિલ્લીથી જતી 49 ટ્રેનો મોડી છે જ્યારે અન્ય 18 ટ્રનો રદ કરવામાં આવી છે. તો બીજી તરફ 13 ટ્રેનોનો સમય બદલવામાં આવ્યો છે. દિલ્લીથી ઉડાન ભરતી 20થી વધુ ફ્લાઇટોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શનિવાર હોવાના કારણે મોટાભાગની શાળા અને ઓફિસો આજે બંધ છે. પરંતુ લોકોને રસ્તાઓ પર વાહન લઇને નીકળવામાં મુશ્કેલી થઇ રહી છે. બીજી તરફ મુંબઇમાં પણ ધુમ્મસ અને ઠંડીનો ચમકારો વધ્યો છે. મુંબઇમાં ધુમ્મસના કારણે લોકોને વાહનો ચલાવવામાં મુશ્કેલી થઇ રહી છે.

You might also like