દેશની ટોપટેન ધનવાન મહિલાઓમાં ગોદરેજનાં સ્મિતા કૃષ્ણા ટોચના સ્થાને

મુંબઈ: દેશમાં સૌથી ધનવાન મહિલાઓની યાદીમાં ગોદરેજ ગ્રૂપના સ્મિતા કૃષ્ણાએ બધાને પાછળ રાખી દીધા છે. કોટક વેલ્થ અને હુરુનના નવા રિપોર્ટમાં ગોદરેજ ગ્રૂપની ત્રીજી પેઢીની ઉત્તરાધિકારી કૃષ્ણાની સંપત્તિ ૩૭,૫૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

ગોદરેજ ગ્રૂપમાં પોતાના ભાઈઓ સાથે કૃષ્ણાનો પાંચમો ભાગ છે. તેમણે જ દેશના પરમાણુ વિજ્ઞાની હોમી જહાંગીર ભાભાનો બંગલો ૩૭૧ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કોટક વેલ્થ અને હુરુન દ્વારા દેશની ૧૦૦ ટોપ ધનવાન મહિલાઓની યાદીમાં ૩૦,૨૦૦ કરોડની સંપત્તિ સાથે એચસીએલની મુખ્ય કાર્યકારી અધિકારી અને કાર્યકારી ડિરેક્ટર રોશની નાડર બીજા સ્થાને રહી.

ટાઈમ્સ ગ્રૂપના ચેરપર્સન ઈન્દુ જૈનની સંપત્તિ ૨૬,૨૪૦ કરોડ આંકવામાં આવી તેને ત્રીજું સ્થાન મળ્યું છે. બાયોકોનની સંસ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કિરણ મજમુદાર શોને આ યાદીમાં ચોથું સ્થાન મળ્યું છે. આઈટી કંપની ઈન્ફોસિસ બોર્ડમાં સામેલ મજમુદારની સંપત્તિ ૨૪,૭૯૦ કરોડ રૂપિયા છે.

You might also like