બાલ ઠાકરેના જીવન પર ફિલ્મ બનાવશે પુત્રવધૂ સ્મિતા ઠાકરે

મુંબઈ: ફિલ્મ નિર્માતા સ્મિતા ઠાકરે પોતાના દિવંગત સસરા અને શિવસેના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરે પર બાયોપિક બની રહી હોવાથી ખુશ છે. તેમનું માનવું છે કે બાલ ઠાકરેના જીવનની કહાણી સમગ્ર દુનિયાને જણાવવાની જરૂર છે. સ્મિતાનો પુત્ર રાહુલ અા ફિલ્મનું નિર્દેશન કરશે.

ગયા વર્ષે અોગસ્ટ મહિનામાં બાળાસાહેબ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરાઈ હતી. મેરિ કોમના નિર્દેશક ઉમંગકુમાર અને સંદીપસિંહ તેમજ રાશીદ સઈદ પણ સ્મિતા ઠાકરેની સાથે અા ફિલ્મનું નિર્માણ કરશે.

સ્મિતાઅે એક િનવેદનમાં જણાવ્યું કે બાળાસાહેબ હંમેશાં એક પહેલી બનીને રહ્યા. તેઅો પોતાના પ્રશંસકો અને પરિવાર બંને માટે મહાન હતા. તેમની યાત્રાનો એક ભાગ બનવું સન્માનની વાત છે. તેમણે કહ્યું કે મારું માનવું છે કે તેમના જીવનની કહાની લોકોને જણાવવાની જરૂર છે. મને ખુશી છે કે મારા દીકરાઅે તેના દાદા અને મારા સસરા પર બાયોપિક બનાવવાનો પડકાર સ્વીકાર્યો છે. ફિલ્મ સાહેબ અોક્ટોબર મહિનામાં રિલીઝ થશે. હજુ ફિલ્મના કલાકારોની પસંદગી બાકી છે.

You might also like