એસએમઈ સેક્ટરમાં લોન ડિમાન્ડ ઘટી

મુંબઇ: સરકાર એક બાજુ નાના અને મધ્યમ કદના એકમોમાં ગ્રોથ જોવાય તે માટે લોન સહિત વિવિધ રાહત પગલાં ભરી રહી છે. બીજી બાજુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના તાજેતરના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૫માં માર્ચથી નવેમ્બર સુધીના નવ મહિનામાં નાના અને મધ્યમ કદના એકમોમાં લોનની ડિમાન્ડમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે.

આરબીઆઇના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૪માં માર્ચથી નવેમ્બર સુધીના સમયગાળામાં નાના અને મધ્યમ કદના એકમોને લોનમાં ૨.૭ ટકાની વૃદ્ધિ જોવાઇ હતી. જ્યારે વર્ષ ૨૦૧૫માં માર્ચથી નવેમ્બર સુધીના સમયગાળામાં ૨.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. મધ્યમ કદના એકમોમાં વર્ષ ૨૦૧૪માં લોન ડિમાન્ડ ઘટી હતી, પરંતુ વર્ષ ૨૦૧૫માં આ દરમાં મોટો ઘટાડો નોંધાયો છે.

You might also like