SME કંપનીઓના આઈપીઓનું માર્કેટ વધ્યું

અમદાવાદ: સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ-એસએમઇ કંપનીઓના આઇપીઓનું માર્કેટ વધી રહ્યું છે. રોકાણકારોમાં ચલણ વધતાં એસએમઇ કંપનીઓ દ્વારા આઇપીઓનું ચલણ વધ્યું છે. વર્તમાન સમયમાં એસએમઇની લિસ્ટેડ કંપનીઓની સંખ્યા વધીને ૩૫૦ની સપાટીએ પહોંચી ગઇ છે.

નોંધનીય છે કે કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં ૧૩૨ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ કંપનીઓએ આઇપીઓ દ્વારા રૂ. ૧,૭૮૫ કરોડ ઊભા કર્યા હતા, જ્યારે આ અગાઉ કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં ૬૬ નાની અને મધ્યમ કદની કંપનીઓએ આઇપીઓ દ્વારા રૂ. ૫૪૦ કરોડથી પણ વધુ ઊભા કર્યા હતા.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નાની અને મધ્યમ કદની કંપની કાર્યકારી મૂડીની જરૂરિયાત ઊભી કરવા માટે આઇપીઓનો માર્ગ અપનાવી રહી છે, જેથી આવનારા દિવસોમાં એસએમઇ આઇપીઓ મોટા પ્રમાણમાં આવી શકે છે.

એસએમઈ આઈપીઓ
વર્ષ ૨૦૧૨ ૧૪
વર્ષ ૨૦૧૩ ૩૪
વર્ષ ૨૦૧૪ ૪૦
વર્ષ ૨૦૧૫ ૪૩
વર્ષ ૨૦૧૬ ૬૬
વર્ષ ૨૦૧૭ ૧૩૨
વર્ષ ૨૦૧૮ ૧

You might also like